કોરોના વાયરસના કહેરને લીધે ચીનને દસ દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ બનાવવી પડી હતી. ત્યારે ભારતમાં પણ કોરોનાને લીધે સતત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના વધતા ભારણ વચ્ચે સરકારે ટ્રેનને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધી છે. અહીંના ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યા છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે. રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.
રાહત સામગ્રીને અનેક જગ્યાએ મોકલવા માટે ગુડ્સ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.ટ્રેનમાં ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના ડબ્બામાં આ માટે સૌથી ઉપયોગી બની શકે છે.ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે. કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.
ભારતીય રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવવાનું શરુ કરી દીધું છે. જેમાં 6 બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થને અલગ કરી દેવાય છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે.
ટ્રેનના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. આનાથી દરેક દર્દી વચ્ચે યોગ્ય અંતર રાખી શકાશે. સીડીઓ પણ હટાવી દેવાઈ છે. જ્યારે ટ્રેનના બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રેન મહામારી સામે લડવા માટે બહું મહત્વની સાબિત થઈ શકે છે. સુનિલ મહલાએ કહ્યું કે મેડિકલ રિલિફ ટ્રેન પણ ચલાવવામાં આવી શકે છે. સાથે સાથે મેડિકલ સામગ્રી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે માટે ગુડ્સ ટ્રેનનો ઉપયોગ કરી સફળતા મેળવી શકાય છે.
રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.
કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વધુ 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 906 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 803 સંક્રમિત લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 83 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં 36 કલાકમાં 151 કેસ નોંધાયા છે. આ પહેલા 23 માર્ચે એક દિવસમા 102 લોકોના સંક્રમિત થયાના કેસ સામે આવ્યા હતા.