ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યમાં વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા વધીને 47 થઈ છે. જે કેસ પોઝિટિવ નોંધાયા છે તે ત્રણેય રાજકોટમાં સામે આવ્યા છે. આ સાથે જ રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8 થઈ છે.જોકે આજે સવારે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્યમાં 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. રાજકોટમાંથી 11 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 47 થઈ છે..રાજકોટમાં એક સાથે ત્રણ કોરોનાના કેસ પોઝિટિવ આવતા હવે સૌરાષ્ટ્રમાં કોરોનાથી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.તો રાજ્યમાં રાજકોટ સિવાય એકપણ પોઝિટિવ કેસ આજે સામે આવ્યો નથી. મહત્વનું છે કે, કોવિડ-19ના ફેલાવામાં ત્રીજો તબક્કો ખુબ જ જોખમી કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ICMR ભારતમાં આ તબક્કો હજુ શરૂ ન થયો હોવાનુ કહે છે પરંતુ રાજકોટમાં ટ્રાવેલ હિસ્ટ્રી વગરના બે કેસ મળ્યા પછી ગુજરાતમાં ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે…