Anshuman Gaekwad: ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. અંશુમન પાસે પોતાની સારવાર માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં BCCIએ તેની મદદ કરી. BCCI સેક્રેટરી જય શાહે અંશુમન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ગાયકવાડ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા
ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધીનું રહ્યું છે. આ દરમિયાને તેઓ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા હતા. તેઓએ 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15 વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ લીધી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડ એ સમયે ભારતીય ટીમના કોચ હતા જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી. તેઓ બરોડા તરફથી ઘરઆંગણાનું ક્રિકેટ રમ્યા હતા અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહ્યા હતા.