દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. ત્યારે ભારતમાં પણ આ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાં 39 પર પહોંચી છે. ત્યારે કોરોનાથી મૃત્યુઆંકની સંખ્યા 2 થઈ છે. સુરત બાદ અમદાવાદમાં વૃદ્ધ દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોતની બીજી ઘટના સામે આવી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 85 વર્ષીય મહિલા દર્દીનું મોત થયું છે. જેની પુષ્ટિ સિવિલ સુપરિટેન્ડન્ટે કરી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીનું પ્રથમ મોત છે. આ અગાઉ રાજ્યમાં સુરતમાં કોરોના પોઝિટિવ વુદ્ધ દર્દીનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. વડોદરામાં કોરોના વાયરસનો 8મો પોઝિટીવ કેસ નોંધાયો છે. યુકેથી પરત આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દી દાખલ છે. રિપોર્ટ રી-કન્ફર્મેશન માટે બી.જે.મેડિકલની લેબમાં મોકલાયો છે.
ગુજરાતમાં થોડા દિવસ અગાઉ કોરોનાથી સુરતમાં પ્રથમ મોત થયું હતું. સુરતમાં 67 વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયુ હતું. અઠવાલાઇન્સનાં વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી. વૃદ્ધ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે બુધવારે રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને રાજ્યમાં હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા 40 થઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી કુલ 24 સેમ્પલ મોકલાયા હતા જેમાંથી 23 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 21 કેસના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. જ્યારે એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4 થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 14 કેસ પોઝિટિવ, સુરતમાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, વડોદરામાં અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 6 કેસ નોંધાયા, કચ્છમાં અત્યાર સુધીમાં 1 કેસ નોંધાયો છે. જેમાંથી રાજ્યમાં કોરોનાથી 2 મોત થયા છે.