કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં ગરીબોની હાલત કફોડી બની છે. રોજ કમાવીને રોજ ખાનારા ગરીબો બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને 21 દિવસ મફત અનાજ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકોએ જીવન જરૂરિયાની વસ્તુઓ માટે બહાર નીકળવાની જરૂર નથી. 60 લાખ પરિવારોને મફત અનાજ આપવામાં આવશે. એ સિવાય પણ ઘણી અગત્યની જાહેરાત કરી છે જાણો શું કરી જાહેરાત. મહત્વનું છે કે CMના આ નિર્ણયથી 60 લાખ પરિવાર અને સવા 3 કરોડ લોકોને લાભ મળશે. જાહેરાતમાં કહેવાયું હતું કે 3.5 કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે.
ગુજરાત સરકારે ગરીબોને 21 દિવસ સુધી મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેમને અમુક અનાજ પણ આપવામાં આવશે. જે લોકો રોજ કામ કરે છે અને રોજ ખાય છે તેવા 60 લાખ કુંટુબ અને સવા ત્રણ કરોડ લોકો માટે વ્યક્તિ દીઠ જેમની પાસે રાશન કાર્ડ છે તેમને સાડા ત્રણ કિલો ઘઉ, દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ આપશે.કુંટુબ દીઠ એક કિલો દાળ, એક કિલો ખાંડ, એક કિલો મીઠુ મફત મળશે. એપ્રિલ મહિનામાં 60 લાખ કુંટુબોને સવાત્રણ કરોડ લોકોને મફત આપવામાં આવશે.1 એપ્રિલથી વિતરણ શરૂ થશે