દુનિયામાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. કોરોના વાયરસનો ટેસ્ટ કેવી રીતે કરવો જોઈએ અને કેવી રીતે થાય છે. પહેલા સેમ્પલ પરિક્ષણ માટે પૂણા મોકલવામાં આવતા હતા.. ભારતમાં રોજના 10 હજાર નમૂનાનું પરિક્ષણ કરી શકાય છે.. ભારતમાં 52 લેબમાં કોરોનાનું પરિક્ષણ કરવું શક્ય છે..
કોરોના વાયરસ માટે કરવામાં આવતો ડાયગ્રોસ્ટિક ટેસ્ટ શું છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)કહે છે કે પોલિમરેઝ ચેન રિએક્શન (પીસીઆર) પરીક્ષણ એક જાણીતી લેબમાં લેવામાં આવે છે. આ પીસીઆર પરીક્ષણો ગળા, શ્વસન પ્રવાહી અને મોઢાની લાળના નમૂનાઓના સ્વેબ્સ પર કરવામાં આવે છે. આ પ્રકારના પરીક્ષણો સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝા એ, ઈન્ફલ્યુએન્ઝા બી અને એચ 1 એન 1 વાયરસ થયો છે કે કેમ તે જાણવા માટે કરવામાં આવે છે.
ડોકટરોના કહેવા પ્રમાણે, નાકની પાછળનો ભાગ અને ગળા એ એવી બે જગ્યાઓ છે જ્યાં વાયરસની સંભાવના વધારે છે. આ કોષોને સ્વેબ દ્વારા લેવામાં આવે છે. સ્વેબ એક સોલ્યુશનમાં નાંખવામાં આવે છે જ્યાંથી કોષો રિલિઝ થાય છે. નમૂનામાંથી મળેલી આનુવંશિક સામગ્રીને કોરોના વાયરસના આનુવંશિક કોડ સાથે સરખાવવામાં માટે સ્વેબ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે.
PCR પરીક્ષણ શું છે?
આમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘પોલિમર’ એવા એન્ઝાઈમોને કહેવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘ચેઈન રિએક્શન’ માં, ડીએનએની નકલની ઝડપથી કોપી કરવામાં આવે છે. એટલે કે એકની નકલ બેમાં થાય છે, બેની નકલ ચારમાં થાય છે અને આ રીતે, આ ક્રમ આગળ વધે છે. PCR ટેક્નિકની શોધ અમેરિકન બાયોકેમિસ્ટ્રી કેરી મુલિસ દ્વારા કરવામાં આવી હતી. કેરી મુલિસને 1993 માં રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
SARS-COV-2 વાયરસ આરએનએથી બનેલો છે તેથી તેને ડીએનએમાં ફેરવવાની જરૂર પડે છે. આ માટે, રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન નામની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રિવર્સ ટ્રાન્સક્રિપ્ટઝ’ એન્ઝાઇમ આરએનએને ડીએનએમાં પરિવર્તિત કરે છે. આ પછી, ડીએનએની નકલો બનાવવામાં આવે છે તેને વધારે વિસ્તૃત કરવામાં આવે છે.
આ ડીએનએને રંગબેરંગી બનાવવાના ‘પ્રોબ’વાયરસની હાજરી વિશે જણાવે છે. આ ટેસ્ટ SARS-COV-2ને અન્ય વાયરસથી અલગ કરશે.
PCR પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?
ICMR વૈજ્ઞાનિક ડૉ. આર. આર. ગંગાખેડકરનું કહેવું છે કે આ પ્રક્રિયામાં પહેલા 6 કલાકનો સમય લાગતો હતો. પરંતુ અત્યારે આ પરિક્ષણ 4 કલાકમાં થઈ જાય છે. ડૉ. ગંગાખેડકરે કહ્યું, ‘જો કે, નમૂના લેવા અને રિપોર્ટ આપવામાં કુલ સમય લગભગ 24 કલાકનો થયો હોય છે. આ સમય ઓછો કરી શકાય છે.
ભારતમાં આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?
NIMHANSના વરિષ્ઠ પ્રોફેસર ડો. વી રવિએ ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે ભારતમાં SARS-COV-2 નું પરીક્ષણ કરવા માટે બે તબક્કાના રીઅલ ટાઇમ પી.સી.આર કરવામાં આવે છે.. પ્રથમ તબક્કે, કોરોના વાયરસના સામાન્ય આનુવંશિક તત્વો શોધી કાઢવામાં આવે છે, જે નમૂનામાંથી મળી શકે છે.
બીજા તબક્કામાં વિશિષ્ટ જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે જે ફક્ત SARS-COV-2 વાયરસમાં હોય છે.ડૉ. રવિએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતમાં કોઈ પણ લેબમાં કોરોનો વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ તેની ખરાઈ માટે PCR ફક્ત પુષ્ટિની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.ડૉ. રવિએ કહ્યું, ‘NIV (National Institute of Virology) પુણેએ હવે આ ટેક્નિક તમામ લેબ્સ પર મોકલી દીધી છે જેથી નમૂનાના પરીક્ષણ માટે પૂણે જવાની જરૂર ન પડે. આનાથી નમૂનાના પરીક્ષણના સમયમાં પણ ઘટાડો થયો છે.
ભારતમાં દૈનિક 10,000 નમૂનાનું પરીક્ષણો કરી શકાય છે. કોરોના વાયરસના પરીક્ષણો દેશભરના 52 કેન્દ્રો પર કરવામાં આવી રહ્યા છે.