Radhika Merchant Bridal Look: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ લગ્નના બંધનમાં બંધાયા . આ દરમિયાન દુલ્હન રાધિકા મર્ચન્ટનો વેડિંગ લૂક સામે આવ્યો છે. રાધિકા દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં રાધિકા ખૂબ જ રોયલ અંદાજમાં જોવા મળી રહી છે. ચાલો તમને જણાવીએ કે તેના લહેંગામાં શું ખાસ હતું-
રાધિકા ગુજરાતી કન્યા બની
રાધિકાએ તેના લગ્નમાં ગુજરાતી પરંપરા મુજબ લહેંગા પહેર્યો હતો. લાલ અને સફેદ રંગનું મિશ્રણ ગુજરાતી પરંપરામાં કન્યા માટે ખાસ રંગ માનવામાં આવે છે. રાધિકાએ તેના ખાસ દિવસ માટે અબુ જાની સંદીપ ખોસલાના સુંદર લહેંગાની પસંદગી કરી હતી. રાધિકાનો આ લેહેંગા અબુ સંદીપના ‘પેનીટર’નું જટિલ અર્થઘટન છે. રાધિકાએ આ લહેંગા સાથે હીરા અને નીલમણિથી જડેલા નેકલેસ પહેર્યા હતા.