કોરાનાના કેસમાં ધીમે-ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય છે. જેનાથી તમે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો સાથે જ તમે શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓને પણ અટકાવી શકો છો તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય આયુર્વેદિક ઉકાળો.
ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી પણ આયુર્વેદિક ઉકાળો બનાવી શક્યે છે. તેના માટે જોઇશે
Contents
1 લીટર ચોખ્ખુ પાણી
15 નંગ તુલસીના પાન
5 નંગ અરડુસીના પાન
1-2 ચમચી- સૂંઠનો પાવડર
1 ચમચી -હળદર
1 ચમચી અજમો
10 નંગ મરી
1 ચમચી ગોળ
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી લો. હવે ઉકાળાની સામગ્રી મિક્સ કરી ત્રણ ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ચોખ્ખા કપડાથી ગાળી લો. હવે તેને થોડૂંક નવશેકુ ઠંડુ કરી લો તે બાદ તેને પીઓ. તમને શરદી, કફ અને ઉધરસ જેવી સમસ્યામાં રાહત મળશે.