ચીનના વુહાન શહેરથી ફેલાયેલ કોરોના વાયરસે આજે વિશ્વભરને પોતાની ઝપેટમાં લીધું છે અને આ વાયરસના કારણે 11 હજારથી પણ વધુ લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે મહામારી થઈ ચુકી છે…ત્યારે હવે ચીનમાં વધુ એક નવો વાયરસ સામે આવી ચુક્યો છે…..
કોરોના વાયર સામે ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું મોત હંતા વાયરસથી થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. જો કે તેનામાં હંતા વાયરસ પોઝિટિવ મળી આવ્યો. જો કે તેને લઇને હાલમાં બસમાં સવાર અન્ય 32 લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે. જો કે આ અંગે હાલ લોકો ટ્વિટ કરવાથી લોકો ડરી રહ્યાં છે કે આ પણ કોરોના વાયરસની જેમ મહામારી ન બની જાય. લોકો કહી રહ્યાં છે કે જો ચીનના લોકો પશુઓને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આ ચાલુ જ રહેશે.
આ હંતા વાયરસ ઉંદર ખાવાથી થાય છે. જોકે વિશેષજ્ઞોની જાણકારી મુજબ કોરોના વાયરની જેમ હંતા વાયરસ ઘાતક નથી. કોરોનાની વિરુદ્ધ આ હવા દ્વારા ફેલાતો નથી. આ ઉંદર અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. સેંટર ફોર ડિજિજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઉંદરોનો ઘરની અંદર અને બહાર રહેવાથી હંતા વાયરસના સંક્રમિતનો ખતરો છે. એટલું જ નહીં પણ જો કોઇ સ્વસ્થ વ્યક્તિ છે અને તે હંતા વાયરસના સંપર્કમાં આવે છે તો તેને સંક્રમિત હોવાનો ખતરો રહે છે. મહત્વનું છે કે આ અંગેના અહેવાલ ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં સામે આવ્યા બાદ ભારે હડકમ્પ મચ્યો છે.