ગુજરાત સહિત દેશના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પણ બનતા પ્રયાસ કરી રહ્યું છે..તેમજ જરુરી માર્ગદર્શનનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે.ત્યારે કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી.ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ અંગે જાણકારી આપી હતી..એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ. માં આવે છે. જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી.તેમણે સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. સાથે જ જણાવામાં આવ્યું છે કે, મેડિકલ સ્ટોર્સ પર જો કોઈ નાગરીક જાતે જ આ દવા લેવા આવે તો પહેલા તેને ડોક્ટર પાસે મોકલવો. તેમજ સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોને ફાર્માસિસ્ટ એ પૂરી સમજણ આપવી…