ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ કાળ બનીને કેર વર્તાવી રહ્યો છે. જ્યોતિષીઓના મતે ૧૫ એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો બનતા ધીરે-ધીરે સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસ સમાપ્ત થઇ જશે અને તેનો હળ મળી જતાં તે ફેલાતો પણ અટકશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ઉર્જાની ડેફિશિયન્સીથી આવા કોરોના જેવા વાયરસ ફેલાઇ શકે. ગોચરમાં સૂર્ય નબળો હોય ત્યારે આવા વાયરસ કે મહામારીઓ આવતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કોરોના વાયરસ હજુ ફેલાઇ શકે છે.
આ કારણે ફેલાઈ રહ્યો છે કોરોના
૨૬ ડિસેમ્બરના સૂર્ય ગ્રહણ બાદ સૂર્ય સતત નબળો બનતો ગયો છે ત્યારબાદ મકર-કુંભ જેવી શત્રુ ગત રાશિમાં તેનું ભ્રમણ ચાલતું હોવાથી તે મહામારી બની વિશ્વવ્યાપી ફેલાયો છે. જ્યોતિષીએ જણાવ્યું કે, ‘હાલ ગોચરમાં સૂર્ય ૧૩ માર્ચ સુધી કુંભ રાશિમાં નબળું ભ્રમણ ચાલતું હતું. શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં સૂર્ય અસ્તનું ફળ આપે છે માટે જ અત્યારે આ વાયરસ વધુ ફેલાય છે. સૂર્યને ૧૪ માર્ચ બાદ બળવાન બનવામાં એક મહિનાની વાર છે.
ધીમે ધીમે આ રીતે સમાપ્ત થઈ જશે કોરોના
૧૫ એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો બનતા ધીમે ધીમે કોરોના વાયરસ સમાપ્ત થશે. ચીનના વુહાન શહેર કરતાં સૂર્યનો પ્રભાવ ભારતના મહદ્ અંશે ભાગમાં વધારે છે. જેના કારણે ચીન જેટલી ગંભીર સ્થિતિ ભારતમાં નહીં પેદા થાય. ગરમીમાં આ વાયરસ ટકી શકતા નથી. ૧૫ એપ્રિલ બાદ મેષ રાશિમાં સૂર્ય જેમ બળવાન બનશે તેમ ભારતમાં ગરમી વધશે અને વાયરસ વકરી શકશે નહીં.