કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વારંવાર હાથ ધોવાની આદત કેળવો અને સાથે જ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરો. જો તમને નખ ચાવવાની આદત છે તો તમે કોરોનાને નિમંત્રણ આપી શકો છો. તો આજથી જ આ આદતમાં બદલાવ લાવો તે જરૂરી છે. નખમાં બેક્ટેરિયા વાયરસ, મેલ અને કચરો મોટી સંખ્યામાં જમા થાય છે. તે દાંતની મદદથી શરીરમાં જાય છે.
જો તમે તમારા ચહેરા, નાક કે મોઢા પર હાથ લગાવો છો તો તમારા શરીરમાં વાયરસ અસર કરી શકે છે.
મોઢાથી નખ ચાવવાની આદત તમને કોરોના વાયરસનો શિકાર બનાવી શકે છે. આમ કરવાથી તમે અનેક વાયરસ, ફ્લૂ અને બેક્ટિરિયાનો શિકાર બનો છો.
ગમે તેટલી સ્વચ્છતા રાખો પણ નખ ચાવવાની આદત છોડશો નહીં તો તમે કોરોનાનો શિકાર બની શકો છો. જો તમારી આદત ન છૂટતી હોય તો તમે આ 3 ટિપ્સની મદદ લઈ શકો છો.
કોરોના વાયરસના પ્રકોપથી બચવા આ ટિપ્સ થઇ શકે છે તમને ઉપયોગી
- હાથમાં ગ્લવ્ઝ પહેરી લો.
- આંગળીઓને રબર બેન્ડથી બાંધી લો.
- નખમાં ગંદગી ન ભરાય તેનું ધ્યાન રાખો.
- નખ કે હાથની ગંદગી સાફ કરવા મેનિીક્યોરની મદદ લો.
- ચ્યૂંઈંગમ ચાવીને પણ તમે નખ ખાવાની આદતથી છૂટકારો મેળવી શકો છો.