રીંગણા એવી શાકભાજી જે બજારમાં આરામથી મળી રહે છે. આ રીંગણામાંથી મોટાભાગે રીંગણા નું ભડથું કે રીંગણા નું શાક બનતું હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ રીંગણામાંથી રીંગણા ની કતરી પણ બનાવી શકાય છે અને એ પણ ઓછા તેલમાં. આ રીંગણાના શાકની સરખામણીએ તમને બીજાં શાક સાવ ફીક્કાં જ લાગે. તો ચાલો આજે બનાવીએ રીંગણા ની કાતરી.
જરૂરી સામગ્રીઃ
- ૧ ઓળા માટેનું મોટું રીંગણ (વજન આશરે ૪૦૦ – ૫૦૦ ગ્રામ)
- ૨ કપ ચણાનો લોટ
- ૧/૪ ટી.સ્પૂન હળદર
- કોથમીર ૨ – ૩ ટે.સ્પૂન
- આદુ-મરચાંની પેસ્ટ ૧/૨ ટે.સ્પૂન
- મીઠું સ્વાદાનુસાર, ચપટી હીંગ
- ધાણાજીરૂં પાવડર ૧ ટી.સ્પૂન
- મરચાં પાવડર ૧/૨ ટી.સ્પૂન
- ગરમ મસાલો ૧/૪ ટી.સ્પૂન
- આમચૂર પાવડર ૧/૪ ટી.સ્પૂન
- તેલ સાંતડવા માટે 3 – ૫ ટે.સ્પૂન
બનાવવાની રીતઃ
- સૌ પ્રથમ એક થાળીમાં ચણાનો લોટ તેમજ તેલ સિવાયનો બધો મસાલો મિક્સ કરી લો.
- હવે રીંગણને ધોઈને ૧/૨ સેંમી. જાડાઈની ગોળ સ્લાઈસમાં કટ કરી લો.
- એક એક સ્લાઈસ લઈ તેની બંને બાજુએ મસાલાનું મિશ્રણ ચોપડી લો.
- ગેસ ધીમી આંચે રાખી એની ઉપર ફ્રાઈપેનમાં થોડું તેલ નાંખીને પેનમાં આવે એટલી સ્લાઈસ ગોઠવી દો.
- ધીમી તેમજ મધ્યમ આંચે રીંગણાની કાતરી સાંતડો.
- કાતરીની એક સાઈડ સંતડાય એટલે તવેથા તેમજ ચપ્પૂની મદદથી કાતરી ઉથલાવો. અને બીજી બાજુ સંતડાવા દો.
- કાતરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય તેમજ થોડી નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. અને બધી કાતરી પ્લેટમાં ગોઠવી દો.
આ રીતે તમે પણ ઘરે રીંગણાની કાતરી બનાવીને તમારા પરિવારજનોને ખુશ કરી શકશો. અને હા જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તમે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા પેજને લાઇક કરો. જો આ લેખ તમને ગમ્યો હોય લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા શેર કરો.
આભાર…