ફિલ્મ એક્ટ્રેસ રાધિકા મદાન પોતાની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ને લઇને ખૂબ ચર્ચામાં છે. રાધિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નવો ચહેરો છે. જે હવે ઇરફાન ખાન સાથે સિલ્વર સ્ક્રીન શેર કરી રહી છે. તેની પહેલાં રાધિકાએ ‘મર્દ કો દર્દ નહી હોતા’, ‘પટાખા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા.
રાધિકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાની કરિયરને લઇને રસપ્રદ ખુલાસા કર્યા. રાધિકાએ કહ્યું કે તેની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ટ્રેલર રીલીઝ થવા સુધી તેને વિશ્વાસ ન હતો કે તેને બોલીવુડ એક્ટર ઇરફાન ખાન અને કરીના કપૂર સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી છે. ફિલ્મના ટ્રેલરમાં પોતાનું નામ જોઇને તે ભાવુક થઇ ગઇ.
રાધિકાએ કહ્યું કે ડાયરેક્ટરે તેને સુંદર ન હોવાના કારણે ફિલ્મમાંથી હાંકી કાઢી હતી. તેણે કહ્યુ, મને કાસ્ટિંગ માટે બોલાવવામાં આવી અને કહેવામા આવ્યું કે હું સુંદર નથી. ડાયરેક્ટરને મારી એક્ટિંગ પસંદ આવી હતી પરંતુ તેમણે કહ્યું કે મારે સુંદર હોવુ જોઇતું હતુ. તે એક મોટુ પ્રોડક્શન હાઉસ હતું અને બધુ જ સારુ થતાં રહી ગયુ.
રાધિકાએ કહ્યું કે તે સમયે મને લાગ્યું કે તે કદાચ એટલી સુંદર નથી, પરંતુ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે તેમની વિચારધારા અને ફિલ્મો જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો. તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ તમને પરમનેન્ટ કરે છે,લુક્સ નહી. રાધિકાએ પોતાની પહેલી ફિલ્મ ‘મર્દ કો દર્દ નહી હોતા’માં વિશાલ ભારદ્વાજ સાથે કામ કર્યુ હતુ. એક્ટ્રેસે જણાવ્યું કે તે કરીના કપૂરની ફેન છે. તેના લેપટોપ અને ઘરમાં કરીનાના પોસ્ટર્સ લાગેલા છે.
રાધિકાએ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર માટે ઓડિશન આપ્યુ હતું પરંતુ તે રિજેક્ટ થઇ ગઇ. તે બાદ તેણે પટાખા માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઇ ગઇ. રાધિકાએ જણાવ્યું કે તે નેપોટીઝમનો ભોગ બની છે. તેણે કહ્યું કે તે એક ફિલ્મનું ઓડિશન આપવા ગઇ હતી પરંતુ પ્રોડ્યુસરે તેને કહ્યું કે તે રોલ મે કોઇ અન્ય એક્ટરની દિકરીને આપી દીધો છે. હું તે પ્રોજેક્ટ કરવા માગતી હતી. મે તેને કહ્યું કે તમે ઑડિશન તો લઇ લો. તેઓ તૈયાર થયા અને તેમણે મારુ ઑડિશન લીધું. મને તે રોલ મળ્યો અને બધુ બદલાઇ ગયું.