સામાન્ય રીતે શરદી- ખાંસી અને સામાન્ય ફ્લૂ થતાં જ લોકો ગભરાઈ જાય છે. કોમન કોલ્ડ, વાયરલ ઈન્ફેક્શન, ફ્લૂ અને કોરોના વાયરસમાં મોટું અંતર છે. આજકાલ લોકો શરદી- ખાંસીથી પણ ગભરાઈ જાય છે કે તેમને કોરોના તો નથી ને. તેઓ તરત જ ડોક્ટરની પાસે દોડી જાય છે. કેટલાક સામાન્ય લક્ષણો ફ્લૂમાં પણ હોઈ શકે છે. સીઝન બદલાવવાના કારણે લોકો વાયરલ કે ફ્લૂની ઝપેટમાં આવી જાય છે. WHOએ તેને કોવિડ 19 નામ પણ આપ્યું છે.
કોરોના વાયરસના લક્ષણ
તાવ આવવો સાથે સૂકી ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ, માંસપેશીઓમાં દુઃખાવો રહેતો હોય કે વધારે થાક લાગતો હોય અને કફને કારણે ગળફા આવવા લાગવા અને કફની સાથે લોહી નીકળવું, સતત માથું દુઃખવું અને પેટ ખરાબ રહેવું અને ડાયરિયા થવા મુખ્યત્વે કોરોના વાયરસના લક્ષણો છે.કોરોના વાયરસમાં તમારી શ્વાસની તકલીફનો નીચેનો ભાગ, ફેફસા પ્રભાવિત થાય છે. આ સાથે સૂકી ઉધરસ આવવા લાગે છે. શ્વાસ લેવામાં ખુબ તકલીફ રહે છે.
કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ?
કોરોના વાયરસ વધારે છીંક કે ખાંસી સમયે મોઢામાંથી નીકળતા થૂંકથી ફેલાય છે. આ કોઈ કપડાં કે સ્કીન પર અલગ અલગ સમય સુધી રહે છે. કોરોના વાયરસના સેલની સીમા 400-500 માઈક્રોનની હોય છે તેના આકારને આધારે કોઈ પણ માસ્ક તેને રોકી શકે છે.
હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ
જ્યારે તે કોઈ ધાતુની સપાટી પર પડે છે તો તેની પર 12 કલાક સુધી જીવિત રહે છે. આ કારણે વારેઘડી હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે કોઈ કપડાં પર પડે છે ત્યારે તે અહીં 9 કલાક સુધી એક્ટિવ રહે છે. આ માટે રોજ ધોયેલા કપડાં પહેરો અને સાથે સૂર્યનો પ્રકાશ અવશ્ય લો. તમારા હાથ પર તે 10 મિનિટ સુધી રહે છે. આ માટે હંમેશા પોતાની પાસે આલ્કોહોલ સેનિટાઈઝર રાખો અને ગરમ પાણી પણ પીઓ. જો તમે ગરમ પાણી પી રહ્યા છો અને સૂરજની ગરમીમાં રહો છો તો તમે સુરક્ષિત છો. ઠંડી વસ્તુઓ અને આઈસક્રીમના સેવનથી દૂર રહો તે જરૂરી છે. ગળું બેસી જાય કે ગળામાં ખારાશ આવી હોય તો ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવાથી ફાયદો થશે.
હોસ્પિટલમાં કરાવો ટેસ્ટ
આ ટેસ્ટ ઘણો સરળ છે. તેનાથી સરળતાથી ખ્યાલ આવે છે કે તમે કોરોના વાયરસથી સંક્રમિત છો કે નહીં.
ફ્લૂના લક્ષણ
ફ્લુમાં શ્વાસની પ્રણાલીનો ઉપરનો ભાગ પ્રભાવિત થાય છે. ફ્લૂને દુર કરવામાં વધારે સમય લાગે છે. એક અઠવાડિયા સુધી તમે ઊભા પણ થઈ શકતા નથી. નબળાઈને ક્યોર કરવામાં તમને સમય લાગી શકે છે.. ફ્લૂમાં તમને અનેક તકલીફો એકસાથે થાય છે. તેમાં માથાની સાથે સાથે સાંધાનો દુઃખાવો પણ રહે છે. સૂકી ઉધરસની સાથે ગળું બેસી જાય છે. ગળામાં ખૂબ જ દર્દ રહે છે. તાવ 105 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
શરદીના લક્ષણો
જો તમારું નાક સતત વહે છે અને ગળામાં ખારાશનો અનુભવ થાય છે તો તેનો અર્થ એ છે કે તમને કોરોના નહીં પણ કોલ્ડ એટલે કે શરદીની તકલીફ છે. કોમન કોલ્ડમાં મોટાભાગે ગળામાં ખારાશ રહે છે, નાક વહેવા લાગે છે અને સાથે જ 2 કે 3 દિવસ બાદ ખાંસી શરૂ થાય છે. આ સમયે માથામાં દુઃખાવો થવો અને સાથે તાવ પણ આવી શકે છે. આ સાથે નબળાઈનો અનુભવ પણ થાય છે. કોમન કોલ્ડ થોડા સમયમાં ક્યોર થઈ જાય છે. એક અઠવાડિયામાં તેના લક્ષણો ખતમ થઈ જાય છે.