હોળીનો તહેવાર તો પૂરો થઇ ગયો છે પરંતુ હોળીમાં કેમિકલ યુક્ત રંગોના કારણે ત્વચા અને વાળને ઘણું નુકસાન પહોંચે છે. તેવામાં જો આ રંગોના કારણે તમારા વાળ ખરાબ અને રફ થઇ ગયાં છે તો અમે તમને કેટલાક ઘરગથ્થુ નુસ્ખા જણાવીશું જેની મદદથી તમે તમારા વાળને ફરીથી ચમકદાર અને સિલ્કી બનાવી શકશો.
વાળમાંથી રંગ દૂર કરો
વાળને ધોતા પહેલાં શક્ય તેટલો રંગ હાથ વડે ખંખેરી દો. તે પછી વાળને સાદા પાણીથી ધોઇને શક્ય તેટલો તમામ રંગ દૂર કરી દો. હળવા હાથે શેમ્પૂ કર્યા બાદ કંડીશનર કરી લો.
લીંબુ બનાવશે વાળ મચકીલા
હોળીના રંગોથી વાળ ડેમેજ થાય છે. રંગોની સાથે સાથે સ્કાલ્પને પણ ખૂબ જ નુકસાન થાય છે. રંગોથી થતા નુકસાનથી બચવા માટે વાળ ધોયા બાદ પાણીમાં લીંબુ મિક્સ કરીને વાળ ધોવાથી સ્કાલ્પને નુકસાન પહોંચતુ નથી.
હુંફાળા તેલથી માલિશ કરો
રંગના કેમિકલથી વાળ નિસ્તેજ થઇ ગયા છે તો હુંફાળા તેલથી માલિશ કરો. બદામના તેલથી માલિશ કરવુ વધારે લાભકારક રહેશે. આશરે એક કલાક સુધી વાળમાં તેલ રાખ્યા બાદ વાળને શેમ્પુથી ઘોઇ નાંખો.
મહેંદી, ઓઇલ અને વિનેગરથી ઓછા ખરશે વાળ
વાળની ચમક રંગોના કારણે ઓછી થઇ ગઇ હોય તો તમે મહેંદીની મદદથી નિસ્તેજ થઇ ગયેલા વાળની ચમક પાછી લાવી શકો છો. બદામ અથવા ઓલીવ ઓઇલમાં વિનેગર મિક્સ કરીને માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.