ઉનાળો શરૂ થતા જ ઠંડો અને તાજો શેરડીનો રસ પીવાની ઇચ્છા થઇ જાય છે. ભરબપોરે તાજો શેરડીનો રસ પીવાની મજા જ કંઇક અલગ હોય છે. શેરડીનો રસ આમ તો બધા જ લોકોને ભાવતો હોય છે પરંતુ જેમને ના ભાવતો હોય તેમને જો સ્વાસ્થ્યને લઇને શેરડીના ફાયદા વિશે ખબર પડી જાય તો તેવો પણ સેવન કરવાનું શરૂ કરી દેશે.
શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના પણ ગુણો છે. કેન્સર જ નહી પથરી કાઢવામાં આ પણ શેરડીનો રસ ઘણો ઉપયોગી સાબિત થાય છે. શેરડીના રસમાં એન્ટી કેન્સર ગુણો છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ થતો અટકી જાય છે. જેના લીધે કેન્સરના ખતરાથી બચી જવાય છે.શેરડીનો રસ પ્રોસ્ટેટ કેંસર અને બ્રેસ્ટ કેંસરના બચાવમાં ઉપયોગી છે.
શેરડીનો રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે. એટલે જો તમે પણ પથરીથી પરેશાન છો તો અથવા તો તેના ખતરાથી બચવા માંગો છો તો શેરડીના રસનું ચોક્કસથી સેવન કરો.
જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ ચોક્કસથી પીવો જોઇએ. એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારીઓથી બચી શકો છો. અને ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે. જો તમે હાડકા મજબૂત બનાવવા માગતો હોવ અને તમે એથલીટ હો તો તમારા માટે શેરડીનો રસ ફાયદારૂપ સાબિત થશે. રોજ જોગિંગ પછી એક ગ્લાસ શેરડીનો રસ પીવો જોઇએ. આમ કરવાથી હાડકાંનો વિકાસ થશે અને મજબૂતી મળશે.
ગરમીમાં શેરડીનો તાજો રસ શરીર માટે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આમાં કેલ્શિયમ ક્રોમિયમ કોબાલ્ટ મેગ્નેશિયમ પોટેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ છે.આ સિવાય શેરડીમાં આર્યન અને વિટામિન એ, સી,બી5, અને બી6 પ્રોટીન એંટીઓક્સીડેંટસ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.શેરડીના રસમાં કુદરતી રૂપે શુગર હોય છે જે શરીરમાં ગ્લુકોઝની માત્રા વધારે છે અને આ પાણીની ઉણપને પણ પૂરી કરે છે. આના સેવન પછી તમે તાજગી અને ઉર્જાવાન મહેસૂસ કરશો. આ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા પણ મદદગાર છે.
શેરડીનો રસ પીવાથી ત્વચાને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ મળે છે જે ખીલ દૂર કરવા ત્વચાને ફાયદાકારી છે.શેરડીના રસમાં પ્રોટીન સારી માત્રામાં છે. આમાં લીંબુ અને નારિયેળ પાણી મિકસ કરી પીવાથી કિડનીમાં સંક્રમણ,યુરીન ઇંફેકશન અને પથરી જેવી સમસ્યાઓથી આરામ મળે છે.
શરીરને અઢળક ફાયદા કરે છે શેરડીનો રસ
થાક દૂર કરે છે
શેરડી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આયરન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમૃદ્ધ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલને વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્શો બનાવે છે.
ઈન્ફેક્શનમાં પણ ઉપયોગી
શેરડીના રસથી ઘણા બધા ઈન્ફેક્શનમાં પણ રાહત મળે છે. કિડનીની પથરીના ઈલાજમાં મદદ કરે છે અને કિડનીની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. શેરડીનો રસ ખનીજોથી સમૃદ્ધ હોય છે જે દાંતના સડા અને ખરાબ શ્વાસને રોકવામાં મદદ કરે છે.
લિવરને મજબૂત કરે છે
શેરડીનો રસ લિવરને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને આ રીતે તે કમળામાં પણ ફાયદાકારક બની શકે છે. તે પ્રોટીનની ઉણપને પૂરી કરે છે અને શરીરને પોષણ પ્રદાન કરે છે.
કબજિયાતમાં પણ અપાવે છે રાહત
આયુર્વેદમાં જણાવાયું છે કે, શેરડીના રસથી કબજિયાતમાં ફાયદો થાય છે. તેમાં ક્ષારીય ગુણ હોય છે જેનો મતલબ છે કે, તે એસિડિટી અને પેટના અગ્નિની સારવાર માટે પણ સારો છે. શેરડીમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ અને બીજા જરૂરી પોષકતત્વોથી સમુદ્ઘ હોય છે. એક ગ્લાસ શેરડીનો રસ એનર્જી લેવલ વધારે છે. તે શરીરમાં પ્લાઝ્મા અને તરલ પદાર્થો બનાવે છે.