ભારતમાં એવા પ્રાચીન કિલ્લા આવેલા છે કે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આવો જ એક કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. આ કિલ્લાને મુરુદ જંજીરા નામથી ઓળખવામાં આવે છે. સમુદ્ર તળિયેથી 90 ફૂટની ઊંચાઈ પરનો આ કિલ્લો સમુદ્રની વચ્ચે બનેલો છે. એવું કહેવાય છે કે આ એક એવો કિલ્લો છે કે જે ક્યારેય જીતી શકાયો નથી.
મહારાષ્ટ્રના રાયગઢ પાસે આવેલા મરુદ બીચ પાસે મુરુદ જંજીરા કિલ્લો આવેલો છે. ઘણીવાર અહીં આવતા પ્રવાસીઓ કિલ્લામાં પ્રવેશવાની હોડમાં જીવ ગુમાવતા આવ્યા છે. 350 વર્ષોથી જુના કિલ્લામાં આજે પણ ગુપ્ત દરવાજાઓ અને મીઠું, પાણી સહિતના રહસ્યો અકબંધ છે..આ કિલ્લો 22 વર્ષમાં બન્યો હોવાનું કહેવામાં આવે છે, જે કુલ 22 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં 22 સુરક્ષા ચોકીઓ આવેલી છે.
આ કિલ્લો 350 વર્ષ જૂનો છે અને તેના દરવાજાઓ દીવાલોની આડમાં બનાવવામાં આવ્યા છે. આ કિલ્લાથી થોડે દૂર જાઓ એટલે દીવાલોના કારણે આ દરવાજાઓ દેખાતા બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આ કારણે દુશ્મનો આ કિલ્લામાં ઘૂસી શકતા નહોતા. બ્રિટિશ શાસકો, પોર્ટુગીઝ અને મરાઠા સહિતના શાસકોએ આ કિલ્લો જીતવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેઓને સફળતા ન મળી. આ જ કારણ છે કે 350 વર્ષ જૂનો આ કિલ્લાને ‘અજેય કિલ્લો’ કહેવામાં આવે છે.
આ કિલ્લો 15મી સદીમાં અહમદનગર સલ્તનતના મલિક અંબરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. અને આ કિલ્લો 40 ફૂટ ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. એવું કહેવાય છે કે આ કિલ્લાના નિર્માણમાં 22 વર્ષ લાગ્યા હતા. આ કિલ્લો 22 એકરમાં ફેલાયેલો છે અને તેમાં તોપ પણ રાખવામાં આવી છે.
માનવામાં આવે છે કે આ કિલ્લો પંચ પીર પંજાતન શાહ બાબાના સંરક્ષણ માટે છે. શાહ બાબાની સમાધિ પણ આ કિલ્લામાં છે. આ કિલ્લામાં મીઠા પાણીનું તળાવ પણ છે. દરિયાના ખારા પાણીની વચ્ચે હોવા છતાં અહીં મીઠા પાણીનું એક સરોવર આવેલું છે, આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે સમુદ્રના ખારા પાણીની વચ્ચે આ મીઠું પાણી ક્યાંથી આવે છે. આજે પણ તે રહસ્ય અકબંધ છે.આ કિલ્લામાં સિદ્દીકી શાસકોની ઘણી તોપો આજે પણ સુરક્ષા ચોકીઓમાં જોઈ શકાય છે.
2014માં મુંબઈના 6 લોકો આ કિલ્લા પર જતી વખતે ડૂબી ગયા હતા. આ લોકો નશામાં ધૂત હોવાની માહિતી સામે આવી હતી. આ કિલ્લો 40 ફૂટ ઉંચી દિવાલોથી ઘેરાયેલ છે. તે 22 વર્ષમાં તૈયાર થયો હોવાનું કહેવાય છે. 22 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં 22 સુરક્ષા ચોકીઓ છે. સિદ્દીકી શાસકોની ઘણી તોપો અહીં હજી પણ રાખવામાં આવી છે, જે આજે પણ દરેક સુરક્ષા ચોકીમાં હાજર છે.