આપડે સૌ જાણીએ છીએ કે દૂધ દરેક ઘરની જરૂરિયાત છે. પણ શું તમને ખબર છે દૂધમાં ડિટરજન્ટ, પાણી અને સિંથેટિક, સ્ટાર્ચ સહિત કેટલીએ એવી વસ્તુ મિલાવવામાં આવે છે, જે આપણી તબીયત માટે ઘણી ખતરનાક છે. આમ તો દરેક વસ્તુ અસલી છે કે નકલી તેને ઓળખવું મુશ્કેલ છે, પરંતુ તમે જે વસ્તુની તપાસ કરી શકો છો, તેની તપાસ જરૂર કરવી જોઈએ.
સામાન્ય રીતે દૂધમાં પાણી મિલાવવાની રીત બહુ જુની થઈ ગઈ છે, અને હવે તો નકલી દૂધ બનાવવાની રીત પણ આવી ગઈ છે. આપડી પાસે સાચી જાણકારી ન હોવા પર સિન્થેટીક અથવા મિલાવટી દૂધ અને શુદ્ધ દૂધ વચ્ચેની ઓળખ કરવી મુશ્કેલ છે. આજે અમે તમને કેટલીક જરૂરી રીત જણાવીશું. જેનાથી તમે સરળતાથી જાણી શકશો કે તમારા દૂધમાં મિલાવટ છે કે નહીં. અને હા આ માટે તમારે કોઈ સાધનની જરૂર પણ નહી પડે.
સૌથી જુની રીત:
દૂધમાં કોઈ મિલાવટ થઈ છે કે નહિ તેની સૌથી જુની રીત એ છે કે, દૂધની બૂંદોને કોઈ ચિકણી જગ્યા પર નાખો, જો બૂંદ ધીરે ધીરે વહે અને સફેદ નિશાન છોડે તો શુદ્ધ દૂધ છે. કેમકે મિલાવટ દૂધની બૂંદ કોઈ પણ નિશાન છોડ્યા વગર જલ્દી વહેવા લાગશે.
ડિટરજન્ટ:
દૂધમાં ડિટરજન્ટની ભેળસેળ થઇ છે કે નહિ તેની તપાસ કરવા માટે 5 એમએલ દૂધમાં 0.1 એમએલ બીસીપી સોલ્યુશન મિલાવો. આ મિલાવટ બાદ રિંગણના રંગની રીંગ બને છે જો આમ થાય તો સમજોકે આમાં ડિટરજન્ટની ભેળસેળ થઇ છે.
ફોર્મેલિન:
દૂધમાં ફોર્મેલિનની ભેળસેળની તપાસ કરવા માટે 10 એમએલ દૂધમાં 5 એમએલ સલ્ફ્યૂરિ એસિડ ભેળવો, આ મિલાવટ બાદ જો દૂધમાં રિંગણના રંગની રીંગ બને છે તો સમજી જાઓ કે આમાં ફોર્મેલિનની મિલાવટ કરવામાં આવી છે. આવું દૂધ લાંબા સમય સુધી સારૂ રહે તો માટે કરવામાં આવે છે.
સ્ટાર્ચ:
જો તમે દૂધમાં સ્ટાર્ચની ઓળખ કરવા માંગતા હોવ તો, આયોડીનની કેટલીક બૂંદને દૂધમાં મિલાવો. જો થોડી જ મિનીટોમાં આ મિશ્રણનો રંગ વાદળી થઈ જાય તો, સમજીલો કે દૂધમાં સ્ટાર્ચની મિલાવટ થઈ છે.
આ ઉપકરણ દ્વારા દૂધની સારી રીતે તપાસ કરી શકાય છે:
લેક્ટોમીટર:
લેક્ટોમીટર તમે બજારમાંથી ખરીદી શકો છો. આ તમને લગભગ રૂ. 100થી રૂ. 300 સુધીમાં મળી જાય છે. લેક્ટોમીટર દૂધમાં પાણીની મિલાવટની તપાસ કરે છે.
પીએચ સ્ટ્રિપ:
બજારમાંથી પીએચ સ્ટ્રિપ લઈ આવો અને તેના પર દૂધની એક બૂંદ નાખો. જો દૂધ શુદ્ધ હશે તો તમને પીએચ રેશો 6.4 થી 6.6 હશે. જો આ તેનાછી ઓછો કે વધારે હોય તો, સમજી જવાનું દૂધ નકલી છે.