ભારતે દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવીને દુનિયામાં પોતાની એક અલગ છબી બનાવી છે. અને હવે સૌથી ઊંચી મૂર્તિ પછી ભારત હવે દુનિયાનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ બનાવી રહ્યો છે. ભારતની ધરતી પર આ પુલ જમ્મુ-કશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે.
આ પુલને બનાવવાની યોજના છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી, પણ હવે જઈને એણે આકાર લેવાનો શરુ કરી દીધો છે. તેમજ દુનિયાનો સૌથી ઊંચો આ પુલ પોતાની ડીઝાઈન અને આકારને લઈને પણ ઘણા સમયથી ચર્ચામાં છે. મળેલી જાણકારી અનુસાર આ પુલ દિલ્લીના કુતુબ મીનારથી ૫ ગણો ઉંચો હશે, તેમજ આ પુલની ઉંચાઈ પેરિસના એફિલ ટાવર કરતા પણ વધારે હશે.
આ બ્રિજનું નિર્માણ કાર્ય હજુ ચાલુ છે.૨૦૧૯ માં આ બ્રિજનું 83 % કામ પૂરું થયું હતું. આ બ્રિજનું સંપૂર્ણ બાંધકામ ૨૦૨૧માં માર્ચમાં પૂર્ણ થશે.. અને ત્યારબાદ લોકો માટે આ બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત ડીસેમ્બર ૨૦૨૧ માં થશે..
મિત્રો આ ગગનચુંબી પુલને જમ્મુના રિઆસી જીલ્લામાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ એફિલ ટાવર કરતા પણ 35 મીટર ઉચો હશે. એની કુલ લંબાઈ 1.3 કિલોમીટર હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ બન્યા પછી એ વિસ્તાર માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. આ પુલ કટરા અને બનિહાલ વચ્ચેના 111 કિલોમીટરના રસ્તાને જોડશે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ્વે લિંક પરિયોજનાનો ભાગ છે.
ભારતના દુર્ગમ ક્ષેત્રમાંથી એક આ ક્ષેત્રમાં લગભગ 1100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ પુલમાં 24,000 ટન પોલાદ (ઉંચી જાતનું લોખંડ) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પુલની ખાસિયત એ છે કે તે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકતા પવનને પણ સહન કરી શકશે. આ પુલ બની ગયા પછી તે ચીનમાં બેઈપૈન નદી પર બનેલા શુઈબાઈ રેલ્વે પુલ (275 મીટર) નો રેકોર્ડ તોડી નાખશે.
જાણકારી માટે જણાવી દઈએ કે આ ખાસ પુલના નિર્માણનું કામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના કાર્ય કાળમાં ૨૦૦૨ માં શરુ થયું હતું. પણ વર્ષ 2008 માં એને અસુરક્ષિત જાહેર કરી એનુ કામ રોકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બે વર્ષ પછી 2010 માં આ પુલનું કામ ફરીથી શરુ કરી દેવામાં આવ્યું. અને હવે આ પુલને નેશનલ પ્રોજેક્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
મોદી સરકાર આવ્યા પછી આ પ્રોજેક્ટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે, અને આ પુલની નિર્માણ કાર્ય 2020 માં પૂરું કરવાં માટે કેન્દ્ર સરકારે આદેશ આપી દીધો છે. ત્યાંના લોકોને પણ એની જ રાહ છે કે આ પુલ વહેલી તકે બની જાય. કારણ કે એનાથી એમની ઘણી સમસ્યાઓ ઓછી થઇ જશે. આ બ્રિજની બનાવટ આર્ક જેવી છે. આ જ વર્ષે બ્રિજનું નિર્માણકાર્ય પૂરું થઈ જશે અને ત્યારબાદ આ બ્રિજનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવામાં આવશે.
આ બ્રિજ ચેનાબ નદી પર બનાવવામાં આવીં રહ્યો છે. ચેનાબ નદી અથવા ચંદ્રભાગા નદી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા લાહૌલ અને સ્પીતી જિલ્લા ખાતે વહેતી બે નદીઓ ચંદ્ર નદી અને ભાગા નદીના સંગમ પરથી બને છે. તે આગળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી પસાર થઈ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં મળી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ આ નદીનું પાણી પાકિસ્તાનને મળે છે.