ડેરાવર ફોર્ટ
પાકિસ્તાનના બહાવલપુરના ડેરા નવાબ સાહિબથી 48 કિમી દુર સ્થિત ડેરાવર ફોર્ટને જેસલમેરના રાજપુત રાય જજ્જા ભાટીએ બનાવડાવ્યો હતો.
આ ઐતિહાસિક મહેલની દિવાલો 30 મીટર ઉંચી અને અને તેનો ઘેરાવ 1500 મીટર છે. આ કિલ્લો એટલો વૈભવી છે કે ચોલિસ્તાન રેગિસ્તાનમાં કેટલાય માઈલ દુરથી દેખાય છે.
અલ્તીત ફોર્ટ
પાકિસ્તાનના કબ્જા હેઠળના ગિલગિત- બલ્ટિસ્તાનની હંજા વેલીમાં કરીમાબાદમાં સ્થિત અલ્તીત ફોર્ટ લગભગ 900 વર્ષ જુનો છે.
આ કિલ્લો હંજા સ્ટેટના રાજાઓએ બનાવ્યો હતો, જે મીર તરીકે ઓળખાતા હતા.એક સમયે આ કિલ્લો જર્જર હાલતમા પહોંચી ગયો હતો. ત્યાર બાદ આગા ખાન ટ્રસ્ટે નોર્વે અને જાપાનની મદદથી તેનું સમારકામ કરાયું હતું.
રોહતાસ ફોર્ટ
પાકિસ્તાનના જેલમ શહેરના દીના ટાઉનની નજીક સ્થિત રોહતાસ ફોર્ટને શેરશાહ સુરીએ વર્ષ 1540 થી 1547ની વચ્ચે બનાવ્યો હતો.
કહેવામાં આવે છે તેને બનાવવા લગભગ 30 હજાર લોકો જોડાયા હતા. 12 દરવાજાવાળા આ કિલ્લા પર મુગલોનો પણ અધિકાર રહ્યો હતો.
રોયલ ફોર્ટ
લગભગ 20 હેક્ટરમાં ફેલાયેલો લાહોરનો રોયલ ફોર્ટ પાકિસ્તાનના પ્રખ્યાત કિલ્લામાંનો એક છે. માનવામાં આવે છે કે આ કિલ્લાને 1560માં મોગલ બાદશાહ અકબરે બનાવડાવ્યો હતો.આલમગીર દરવાજાથી તેમાં પ્રવેશ કરવામાં આવતો હતો. જેને વર્ષ 1618માં જહાંગીરે બનાવડાવ્યો હતો. 1400 ફુટ લાંબો અને 1115 ફુટ પહોળો આ કિલ્લો યુનેસ્કો વિશ્વ ધરોહરમાં સામેલ છે.
રાનીકોટ ફોર્ટ
પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમશોરોમાં લક્કી પર્વત પર સ્થિત રાનીકોટ ફોર્ટને સિંધ કી દીવાર પણ કહેવામાં આવે છે. હકિકતમાં આ કિલ્લો 32 કીમીમાં ફેલાયેલો છે. અને આ દુનિયાનો સૌથી મોટો કિલો પણ છે.
આ કિલ્લાના નિર્માણને લઈને કેટલીય વાતો સામે આવી છે. કોઈ કહે છે કે આ કિલ્લો 20મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો અને કોઈ કહે છે કે આ કિલ્લાને સન 836માં સિંઘના ગવર્નર રહેલા પર્સિયન નોબલ ઈમરાન બિન મુસા બર્મકીએ બનાવ્યો હતો. જો કે વાસ્તવમાં આ કિલ્લામે કોણે બનાવ્યો કોઈ નથી જાણતું.