દુનિયાના લગભગ બધા દેશમાં રાષ્ટ્રપ્રતિના રહેવા માટે આધિકારીક આવાસ બનાવવામાં આવ્યા છે. ભારતમાં તો તેને રાષ્ટ્રપતિ ભવન તરીકે જ ઓળખવામાં આવે છે.
પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપતિ ભવનને વ્હાઈટ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. જો કે પહેલેથી તેનું નામ આ નહોતું. જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે તેનું નામ પ્રેસિડેન્ટ પેલેસ કે પ્રેસિડેન્ટ મેંશન હતું. તો આખરે એવું શું કારણ હતું કે તેનું નામ વ્હાઈટ હાઉસ રાખવામાં આવ્યું, વાસ્તવમાં આની પાછળ 118 વર્ષ જુનો ઈતિહાસ છુપાયેલો છે.
વ્હાઈટ હાઉસ માત્ર અમેરિકી રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન જ નહિં પરંતુ તે અમેરિકાની ઐતિહાસિક વિરાસતનો એક ઉત્તમ નમુનો છે. વ્હાઈટ હાઉસમાં તે દરેક સુવિધા હાજર છે જે એક શક્તિશાળી દેશમાં હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમા એક બંકર પણ છે, જે કોઈ પણ મુસીબતના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ અને તેના પરિવારને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ભવનનું નામ વ્હાઈટ હાઉસ પડવા પાછળની વાર્તા એ છે કે 1814 માં બ્રિટીશ આર્મીએ વોશિંગ્ટન ડીસીની ઘણી જગ્યાએ આગ લગાવી. તેમાં વ્હાઇટ હાઉસનો પણ સમાવેશ હતો. અગ્નિએ તેની દિવાલોની સુંદરતા ગુમાવી દીધી, તે પછી તે મકાનને ફરીથી આકર્ષક બનાવવા માટે સફેદ રંગથી રંગવામાં આવ્યું. ત્યારથી, તે ‘વ્હાઇટ હાઉસ’ તરીકે ઓળખાતું થયું. ત્યારબાદ વર્ષ 1901 માં અમેરિકાના 26 મા રાષ્ટ્રપતિ, થિયોડોર રૂઝવેલ્ટે તેનું નામ સત્તાવાર રીતે વ્હાઈટ હાઉસ રાખી દીધું.
આયર્લેન્ડમાં જન્મેલા જેમ્સ હોબને વ્હાઇટ હાઉસની ડિઝાઈન બનાવી હતી. તેનું બાંધકામ 1792 થી 1800 વર્ષ દરમિયાન એટલે કે આઠ વર્ષમાં પૂર્ણ થયું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે વ્હાઇટ હાઉસ જ્યાં ઉભું છે, ત્યાં એક સમયે જંગલો અને પર્વતો હતા.
વ્હાઇટ હાઉસમાં કુલ 132 ઓરડાઓ છે. આ સિવાય તેમાં 35 બાથરૂમ, 412 દરવાજા, 147 બારીઓ, 8 સીડી અને ત્રણ લિફ્ટ છે. છ માળની ઇમારતમાં બે બેસમેન્ટ, બે પબ્લિક માળ અને બાકીનો માળ અમેરિકન રાષ્ટ્રપતિ માટે અનામત છે. આ ઉપરાંત, વ્હાઇટ હાઉસમાં પાંચ ફુલટાઇમ શેફ કાર્યરત છે અને બિલ્ડિંગની અંદર 140 મહેમાનો માટે રાત્રિભોજનની વ્યવસ્થા છે.વ્હાઇટ હાઉસની બાહ્ય દિવાલોને રંગવા માટે 570 ગેલન પેઇન્ટની જરૂર છે. એવું કહેવામાં આવે છે કે વર્ષ 1994 માં વ્હાઇટ હાઉસની પેઇન્ટિંગનો ખર્ચ બે લાખ 83 હજાર ડોલર એટલે કે આશરે એક કરોડ 72 લાખ રૂપિયાથી વધારે થયો હતો.