દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી હજારો કેસ સામે આવી ચુક્યા છે. હજારો લોકોનો જીવ લીધા બાદ હવે આ વાયરસના શંકાપ્રદ કેસ હવે ભારતમાં પણ જોવા મળી રહ્યા છે. દેશભરમાં લોકો આ વાયરસના કારણે ભયમાં જીવી રહ્યા છે અને તેનાથી બચવા માટે સંભવ દરેક સાવધાની રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સિનેમા જગત પણ તેનાથી અલગ નથી. હાલમાં જ એક તસ્વીર સામે આવી છે જેમાં સાઉથ સુપર સ્ટાર પ્રભાસ એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળી રહ્યો છે.
હાલમાં જ બાહુબલી એટલે પ્રભાસની તસ્વીરો સામે આવી છે જેમાં તે એક સફેદ રંગનું માસ્ક લગાવી જોવા મળી રહ્યો છે. તેણે બ્લેક કલરની હુડી અને કેપ પહેરેલી છે. તેની આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે પ્રભાસની આ તસ્વીરો હૈદરાબાદ એરપોર્ટ પર ક્લિક કરવામાં આવી છે અને તે યુરોપ જઈ રહ્યો છે. તે પોતાની આવનારી ફિલ્મની શૂટિંગ માટે ત્યાં જઈ રહ્યો છે. પ્રભાસ પહેલા બીજા ઘણા દિગ્ગજ કલાકાર પણ એરપોર્ટ પર માસ્ક લગાવેલા જોવામાં આવ્યા છે.
તેની સાથે બોલિવુડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાની પત્નીએ પોસ્ટ કરી કહ્યું કે દિલ્હીની ટ્રિપ. એરપોર્ટ પર આવતા જ મેં જોયું કે તમામે માસ્ક પહેર્યાં હતાં. આ બધું જોઈને મને ચિંતા થવા લાગી. આપણે કેવી રીતે જીવી રહ્યાં છીએ? મારી પૃથ્વીની સાથે આ શું થઈ રહ્યું છે? આ ચિંતા મારા માટે પેનિક અટેક બની ગઈ હતી અને ત્યારે મેં સાચે જ એક મિત્રને ફોન કરીને મારી જાતને નોર્મલ કરી. ના લોકોના ચહેરા દેખાતા હતાં અને તેઓ હસતા હતાં અને ના તો તેઓ વાત કરતાં હતાં. એક છીંકનો અવાજ કે ઉધરસથી તેઓ ચિંતિંત બની જતા. આ બધું જોવું ખરેખર મુશ્કેલ હતું. એક બાજુ આ બધું અને બીજું બાજુ તોફાનો. મને જેટલી ખબર છે, તેમાંથી માત્ર સામૂહિક પ્રાર્થના જ કામ કરી શકે છે. હળવા અંદાજમાં કહું તો હવે આ માસ્ક જ આગામી લુઈ-વિંતો બનવા જઈ રહ્યો છે. મારા વાળો લિમિટેડ એડિશનનો છે, જેની બનાવટ ઘણી જ જટિલ છે. હું એટલી ફેશનેબલ છું કે માસ્ક સાથે જ મારો પ્રોફાઈલ પિક આપી રહી છું.