આજે અમે બાળકો માટે બનાવવામાં આવેલા એવા પાર્કની તસ્વીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમે વિચારમાં પડી જશો. તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે બાળકો માટે બનાવવામાં આવેલા પાર્ક આવા પણ હોઈ છે. કેમકે આ પાર્કમાં બાળકો રમવા માટે વિચારી પણ ન શકે. આ પાર્ક રશિયામાં આવેલો છે.
મિત્રો બાળકો માટે બનાવવામાં આવેલા પાર્ક માં આવો ખતરનાક મગરમચ્છ બનાવવાનું કોણે વિચાર્યું હશે. આને જોઇને બાળક પાછું ક્યારેય આ પાર્કમાં આવવાનું વિચારી ના શકે.
આ બાંકડા પર બેસતા પહેલા કોઈપણ બાળક સો વાર વિચાર કરશે. કેવો બુદ્ધિશાળી માણસ હશે જેને આવો વિચાર આવ્યો.
આની નીચે કોઈ પણ બાળક બેસવાની હિંમત નહિ કરે.
આના કારણે કોઈ બાળક પાર્ક માં દેખાતું નથી. ફક્ત મોટા માણસો જોવા મળશે. તમે જાતે જ જોઇલો.
આ પ્લે ગ્રાઉન્ડ માં બાળક બીકનું માર્યું જશે પણ નહીં, રમવાની તો દૂરની વાત છે.
જો કોઈ બાળક ભૂલથી પણ આની અંદર ગયું તો રાત્રે પથારી ભીની કરી દેશે.
આ હીંચકો બાળકો ને રમવા માટે નહીં પણ ડરાવવા માટે બનાવ્યો હોઈ એવું લાગે છે.
આ હાથીને એક કાન નથી. લાગે છે આ હાથી પોતાના કાન પોતે જ ખાઈ ગયો હશે.
આને બનાવતા પેલા બાળકનો તો વિચાર કરી લીધો હોત.
આવું ભયાનક સ્લાઇડર કોણ બનાવે, થોડી તો દયા રાખો.
ડોક્ટર થી બાળક આમ પણ ડરતો હોય છે, પણ તેણે અહી ડોક્ટર પણ બનાવી દીધો..
અહી આવવા માટે ખુબ જ હિંમત જોઈએ. અહીં એ જ આવી શકે કે જેને કોઈ પણ જાતનો ડર ન લાગતો હોય…
આવા પાર્ક માં ગયા પછી તમે જ કહો ક્યાં બાળક ને ઊંઘ આવશે. શું કારીગીરી કરી છે.
જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તમે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા પેજને લાઇક કરો. જો આ લેખ તમને ગમ્યો હોય લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા શેર કરો.
આભાર…