હાલમાં જ 14 ફેબ્રુઆરીના રીલીઝ થયેલો સેમસંગનો સ્માર્ટફોન Samsung Galaxy Z Flip ફોલ્ડેબલ ફોનને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સ્માર્ટફોન કંપની સેમસંગનો સ્માર્ટફોન Samsung Galaxy Z Flip ફોલ્ડેબલ ફોન પોતાના પહેલા પ્રી-ઓર્ડર સેલ દરમિયાન મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. ફોનનો પ્રી-ઓર્ડર સેલ સવાર 11 વાગ્યે શરૂ થયો હતો. 1 કલાક કરતા પણ ઓછા સમયમાં જ આ ફોનનો સ્ટોક પૂરો થઈ ગયો.
સેમસંગ ઈન્ડિયાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, જે યુઝર્સે આ ફોન માટે પ્રી-ઓર્ડર કર્યો છે, તેમને 26 ફેબ્રુઆરી સુધી આ ફોનની ડિલિવરી કરી દેવાશે. ભારતમાં આ ફોનની કિંમત 1,09,990 રૂપિયા છે.આ ફોન મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
https://www.youtube.com/watch?v=Sx9ibZLwVNE
વાત કરીએ આ ફોનની ખૂબીઓની તો ફોનમાં 425 ppi અને 21.9:9ના આસ્પેક્ટ રેશિયોની સાથે 6.7 ઈંચના ફુલ એચડી+ ડાયનામિક AMOLED ઈનફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અપાઈ છે. ફોનમાં અપાયેલી નાની સેકન્ડરી કવર ડિસ્પ્લે 1.06 ઈંચનું છે. ફોનની મેઈન ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઈની સાથે આવે છે. તેમાં તમને 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળશે. બહારની તરફ ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ સેન્સર અને 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળશે.
બહારની તરફ ફોનમાં 12 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઈડ સેન્સર અને 12 મેગાપિક્સલનો વાઈડ-એંગલ પ્રાઈમરી કેમેરો અપાયો છે. આ કેમેરો OIS સપોર્ટ અને 8X ડિજિટલ ઝૂમથી લેસ છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તે વિડીયો શૂટ કે ફોટો ક્લિક કરવા માટે 90 ડિગ્રી સુધી વળી શકે છે. એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ OneUIની સાથે આવતા આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર અપાયું છે. 8જીબી રેમ ઓપ્શનમાં રજૂ કરાયેલો આ ફોનમાં 3,300mAhની બેટરી છે.
સાઈઝની વાત કરીએ તો ફોલ્ડ થવા પર આ ફોન 87.4×73.6×17.33mm અને અનફોલ્ડ થવા પર 167.3×73.6×7.2mmનો થઈ જાય છે. ફોન ખાસ બિલ્ટ-ઈન ફ્લેક્સ મોડ UIથી લેસ છે, જેને કંપનીએ ગૂગલની સાથે મળીને તૈયાર કર્યો છે. ફોનમાં તેને ‘Hideaway Hinge’ દ્વારા ઈનેબલ કરવામાં આવી શકે છે. તેની મદદથી યુઝર ફોનને અલગ-અલગ એંગલ પર ખોલી શકે છે. કંપનીનો દાવો છે કે ફોન 2 લાખ વખત આરામથી ખોલી અને બંધ કરી શકાય છે.