Vastu Tips: ધર્મ ડેસ્ક: શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવે છે. આ માસ વિધિવત ભોલેનાથની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના દિવસે શિવજીનો જળાભિષેક અથવા રુદ્રાભિષેક કરવાથી વિશેષ કૃપા મળે છે. એની સાથે જ શ્રાવણ માસમાં ભગવાન શિવ સાથે સબંધિત વસ્તુઓ ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓમાંથી એક છે ડમરુ. માનવામાં આવે છે કે ઘરમાં ડમરુ રાખવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે. ચાલો જાણીએ વાસ્તુ હિસાબે કઈ દિશામાં ડમરુ રાખવું શુભ માનવામાં આવે છે.
ડમરુને ઘરમાં ક્યાં રાખવું?
જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યું છે તો તેની પાસે ડમરુ રાખો. આ સિવાય જો ઘરમાં ભગવાન શિવની મૂર્તિ હોય તો તમે તેની સાથે પણ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં ઉચ્ચ સ્થાન પર ડમરુ રાખવું લાભદાયક રહેશે.
ઘરમાં કેટલું મોટું ડમરુ રાખવું શુભ છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માત્ર નાની સાઈઝનું જ ડમરુ રાખવું જોઈએ. ડમરુ ક્યારેય હથેળીથી મોટી સાઈઝનું ન લાવવું જોઈએ.
ઘરે ડમરુ કેવી રીતે રાખવું?
હંમેશા ધ્યાન રાખો કે ડમરુને ઘરમાં રાખતી વખતે ન તો તેને જમીન પર રાખો અને ન તો તેને કોઈ કપડામાં લપેટીને રાખો. તેને તાંબા અથવા માટીના વાસણ પર રાખી શકાય છે.
ડમરુ સાથે ત્રિશુલ રાખો
ડમરુની સાથે ત્રિશુલ અવશ્ય રાખવું. તમે તેને નાની સાઈઝમાં પણ રાખી શકો છો. જણાવી દઈએ કે ડમરુ સાથે ત્રિશુલ રાખવાથી વ્યક્તિ દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
વેદ અનુસાર ભગવાન શિવના ડમરુનું નામ ‘બ્રહ્મનાદ’ હતું. જ્યારે ભગવાન શિવે નટરાજનું રૂપ ધારણ કર્યું ત્યારે ડમરુનું પણ નિર્માણ થયું. ડમરુ એ બ્રહ્માંડનું પ્રતીક છે, જે હંમેશા વિસ્તરી રહ્યું છે. શ્રાવણમાં અથવા કોઈપણ મહિનાના સોમવારે ઘરમાં ડમરુ લાવવું શુભ માનવામાં આવે છે.