વર્ષ 1983માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ભારતમાં રેયરેસ્ટ ઓફ ધ રેયર એટલે કે સૌથી સંગીન ગુનામાં ફાંસીની સજા આપવામાં આવશે.૨૦૧૨માં બળાત્કાર કરનારા નિર્ભયાના દોષિતો જેને ફાંસીની સજા મળવાની છે તે સમય પણ હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. એ પહેલા તેના નીયમો જાણવા જરૂરી બને છે તેમજ તેમાં જેલરનો શું રોલ હોય? અને ફાંસી વખતે આરોપીના કાનમાં શું કહેવામાં આવે છે.અને ફાંસી માટે કેમ સવારનો સમય નક્કી હોય છે તે જાણવું જ રહ્યું.
જયારે પણ ફાંસીની સજા ફાઈનલ થાય ત્યારે ડેથ વોરંટની રાહ જોવામાં આવે છે અને જયારે પણ આરોપી તરફથી રાષ્ટ્રપતિને દયા અરજી કરવામાં આવે છે. અને તેને નકારી દેવાયા બાદ પણ ડેથ વોરંટ ગમે ત્યારે આવી શકે છે.આ વોરંટમાં તેમની ફાંસીની સજાની તારીખ અને સમય પણ લખેલો હોય છે. જેલ મેન્યુઅલ જે દરેક રાજ્યને પોતાનું અલગ હોય છે.જયારે પણ ડેથ વોરંટ જાહેર થાય ત્યારે જ તેની જાણ કેદીને કરવામાં આવે છે કે તને ફાંસીની સજા થવાની છે.ફાંસી આપતા પહેલા તેના બધા નિયમોનું પાલન થવું જરૂરી છે.
તેના વિના ફાંસીની પ્રક્રિયાને અધુરી ગણવામાં આવે છે.જો કેદિ જે જેલમાં છે તે જેલમાં ફાંસીની વ્યવસ્થા નથી તો તેને ડેથ વોરંટ આવ્યા બાદ અન્ય જેલમાં લઈ જવાય છે.અને ડેથ વોરન્ટની જાણ સુપ્રીટેન્ડેન્ટને પણ કરવાની રહે છે.ફાંસીનો સમય અલગ અલગ સમય હોય શકે કે સવારે 6 વાગ્યે કે 7,8 વાગ્યે આપવામાં આવે છે કારણ કે આ સમયે અન્ય કેદીઓ પણ સુતા હોય છે અને આરોપી એ આખો દિવસની રાહ ન જોવી પડે તેમજ તેમના સગા વ્હાલા ને પણ તેમની અંતિમ ક્રિયા માટે પુરા દિવસનો સમય મળી રહે છે. જે પેન થી ગુનેગારનું ડેથ વોરંટ કાઢવામાં આવ્યું હોય એ પેનનો પોઈન્ટ તોડી નાખવામાં આવે છે કારણ કેએ જેમ કોઈ પેનથી લખેલી વાત ભુસાતી નથી તે રીતે કોઈ અદાલતે આપેલી સજાને રોકી શકે નહીં. આરોપીને જે પેનથી ફાંસીની સજા ફટકારવામાં આવે છે તે ન્યાયાધીશ દ્વારા તોડી નાખવામાં આવે છે જેથી કોઈને પણ આ પેન દ્વારા ફાંસીની સજા ન થાય અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો ગુનો ન કરે.
કોઈકની જિંદગી ફાંસીની સજાનું ડેથ વોરંટ આવ્યા બાદ 15 દિવસ અગાઉ તેમના પરિવારને જાણ કરવામાં આવે છે કે તેઓ તેમને છેલ્લી વખત મળી શકે.વોરંટ નીકળતાની સાથે જ આરોપીને અલગ સેલમાં રાખવામાં આવે છે તેમજ તેનું પૂરું ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે.ફાંસીના દિવસે સુપ્રીટેન્ડેન્ટની સામે ગાર્ડ કેદીને લાવે છે આ ફાંસીના રૂમમાં 4 વ્યક્તિઓ હોય છે.તેમજ ઓફિસર જેલ સુપ્રીટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર અને મેજિસ્ટ્રેટ અને જલ્લાદ હોય છે તેમજ સુપ્રીટેન્ડેન્ટ ફાંસી પહેલાં મેજિસ્ટ્રેટને કહે છે કે મેં કેદીની ઓળખ કરી લીધી છે અને તેને ડેથ વોરંટ પણ વાંચીને સંભળ્યાવ્યો છે. ડેથ વોરંટ પર કેદીના હસ્તાક્ષર હોય છે.
ફાંસી આપતા પહેલા આરોપીને નવડાવામાં આવે છે તેમજ નવા કપડા પેરવવામાં આવે છે.તેમજ તેની અંતિમ ઈચ્છા જાણવામાં આવે છે તેની જીંદગી ખત્મ થયા પહેલા તેમની ઈચ્છા પુરી કરાય છે તેમજ વધારે કઠીન કામ તો જલ્લ્લાદનું હોય છે,અઆરોપી સાથે છેલ્લી ઘડીએ જલ્લાદ હોય છે એ આરોપીના કાનમાં કંઈક કહે છે અને ચબુતરા પાસેનું લીવર ખેંચી લે છે..ગમગીન માહોલ થઇ જાય છે….