ઘણી વાર તમે મૂવીઝમાં અથવા વાસ્તવિક જીવનમાં પણ વકીલો જોશો અને તમે સારી રીતે જાણતા હશો કે વકીલો ફક્ત કાળો કોટ અને સફેદ શર્ટ પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે વકીલો કાળો કોટ કેમ પહેરે છે, કોઇ અન્ય રંગનો કોટ કેમ નથી પહેરતા? આપને જણાવી દઇએ કે આ કોઈ ફેશન નથી, પરંતુ તેની પાછળ એક મોટું કારણ છે.
આપને જણાવી દઈએ કે વકીલાતની શરૂઆત એડવર્ડ ત્રીજાએ વર્ષ 1327 માં કરી હતી અને તે સમયે ડ્રેસ કોડના આધારે ન્યાયાધીશોના પોશાકો તૈયાર કરવામાં આવ્યા હતા. પહેલાના સમયમાં વકીલો માથા પર વાળવાળી વિગ પહેરતા હતા.
તે સમયે, ન્યાયાધીશ તેમના માથા પર વાળવાળી વિગ પહેરતા હતા. વકિલાતના પ્રારંભિક સમયગાળામાં, વકીલોને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા જે નીચે મુજબ હતા- વિદ્યાર્થી, વકીલ, બેંચર અને બેરિસ્ટર.
ઉલ્લેખનીય છે કે, તે સમયે અદાલતમાં લાલ કપડાં અને ભૂરા રંગથી તૈયાર ગાઉન પહેરવામાં આવતા હતા. તેના પછી વર્ષ 1600માં વકીલોની વેશભૂષામાં ફેરફાર કરવામાં આવ્યો અને 1637માં એ પ્રસ્તાવ માન્ય રાખવામાં આવ્યો કે કાઉન્સિલને જનતાને અનુરૂપ જ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ વકીલો લાંબા ગાઉન પહેરવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે તે સમયે આ વેશભૂષા ન્યાયાધીશો અને વકીલોને અન્ય વ્યક્તિઓથી અલગ કરતી હતી.
1694ના વર્ષમાં બ્રિટનના મહારાણી ક્વીન મેરીનું ચેચકથી મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ તેના પતિ રાજા વિલિયમ્સે બધા ન્યાયાધીશો અને વકીલોને સાર્વજનિક રૂપથી શોક મનાવા માટે કાળું ગાઉન પહેરીને ભેગા થવાનો આદેશ આપ્યો હતો. અંતે આ આદેશને ક્યારેય રદ્દ કરવામાં આવ્યો નહીં.
અને તેના પછી આજ સુધી આ પ્રથા ચાલી આવે છે કે વકીલો કાળા કપડાં પહેરે છે. હવે તો કાળો કોટ વકીલોની ઓળખાણ બની ગયો છે. એવું માનવામાં આવે છે કે કાળો કોટ અને સફેદ શર્ટ વકીલોમાં અનુશાસન લાવે છે અને તેમાં ન્યાય માટે વિશ્વાસ જાગે છે.