ઘણી વખત લોકોને વિચિત્ર વસ્તુઓ ખાવાની ટેવ પડી જાય છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો માટી ખાવાનું પસંદ કરે છે, શાળાના બાળકોને ચોક ખાવાની આદત પડેલી હોય છે. આવું જ એક વ્યસન 44-વર્ષીય લિસા એન્ડરસનને છે.
લિસાને 15 વર્ષ પહેલાં બેબી પાવડર ખાવાની લત હતી. ખરેખર, લિસા પાંચ બાળકોની માતા છે. જ્યારે તેણી બાળકોને સ્નાન કર્યા પછી પાવડર લગાવે ત્યારે તે પાવડરનો સ્વાદ લેતી. જે પછી તે તેનું વ્યસન બની ગયું છે.
લીસાના જણાવ્યા મુજબ તે બાળકોને સ્નાન કરાયા બાદ પાઉડર લગાવતી હતી. ઘીમે-ઘીમે તેને પાઉડરની સુગંધ સારી લાગતી હોવાથી તે પાવડર ખાવા લાગી. હવે સ્થિતિ એવી બની છે કે, હવે તેને પાઉડર ખાવાનું વ્યસન થઇ ગયું છે. મને પાઉડર ખુબ જ ભાવે છે.
https://www.youtube.com/watch?v=tCfJ2ppqTWs
લીસાએ દાવો કર્યો હતો કે તેણી દરરોજ આશરે 200 ગ્રામ જેટલો પાઉડર ખાય છે. તેને દર અડધી કલાકે પાઉડર ખાવાની ટેવ છે. એટલું જ નહીં કે તે પાઉડર ખાવા માટે થઇને સવારે ચાર વાગે ઉઠી જાય છે. તેણી જણાવે છે કે હવે તે પાઉડર ખાધા વગર માત્ર 2 દિવસ જ રહી શકે છે. આ લતને કારણે લીસા હવે પોતે પરેશાન થઇ ચૂકી છે.
લીસાએ છેલ્લા 15 વર્ષમાં પાઉડર માટે 7.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પહેલા તો લીસા ચોરી-છૂપીથી પાઉડર ખાતી હતી. પરંતુ 10 વર્ષ પહેલા તેના પતિએ તેને પાઉડર ખાતા જોઇ હતી. ત્યારબાદ તેના પતિએ આ મામલે ડોક્ટરની પણ સલાહ લીઘી છે. જો કે, ડોક્ટરોનું માનવું છે કે, લીસા PICA થી પીડાઇ રહી છે. જે ખાવાની સાથે જોડાયેલી એક બીમારી છે.