ચંબલના કોતરોમાંથી સંસદ સુધી પહોંચનારા બેન્ડીડ ક્વીન ફૂલનદેવી તેઓ ૧૯૮૦ના દાયકામાં તે ચંબલના વિસ્તારમાં સૌથી ખતરનાક ડાકુ ગણાતા.કઠોર હ્રદય જેવી ફૂલનદેવીના નામે ધમકીઓ અને ઉદાહરણ મહિલાઓ સૌને આપતી.આ ફૂલનદેવી પર ઘણી ફિલ્મ બની છે.૮૦નો દાયકો એવો દાયકો જેમાં શોલેના ખતરનાક ડાકુ ગબ્બરસિંહ કરતા પણ આ ફૂલનદેવીનું નામ ઘણું ખતરનાક બની ગયું હતું.
ફૂલન દેવીનો જન્મ ઉત્તર પ્રદેશના એક ગામમાં 1963માં થયો હતો અને તેમને 11 વર્ષની ઉંમરમાં તેને 35 વર્ષના એક વિધુર સાથે બળજબરીથી પરણાવી દેવામાં આવી હતી.તેમજ તેને તેના પતિ દ્વારા વારંવાર પારાવાર જાતીય સતામણી કરતા ૧૯૭૫ તેમણે તેના પતિને છોડી દીધો હતો. પિતાની જમીનના વિવાદમાં દરમિયાનગીરી કરતાં ગામના ઠાકુરો દ્વારા તેની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ વિવાદમાં ફૂલનદેવીને પોલીસે એક મહિના માટે જેલમાં પૂરી દીધી હતી.અને પોલીસ દ્વારા પર તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.
આખરે જેલમાંથી છૂટ્યા બાદ ફૂલનનું એક ડાકુ ગેંગ દ્વારા અપહરણ કરાયું હતું. આ સમયગાળામાં ફૂલનની વિક્રમ મલ્લાહ સાથે મુલાકાત થઈ અને વિક્રમની મદદથી ફૂલને ડાકુઓની એક ટુકડી બનાવી.અને ૧૯૮૧માં તેની એક ગેંગ તૈયાર થઇ.આખરે તેણે ઠાકુરોનો બદલો લેવા બહમઈમાં એક સાથે 22 ઠાકુરોને લાઈનમાં ઉભા રાખી હત્યા કરી નાખવામાં આવી હતી.ફૂલન દેવીને પરીસ્થીતીએ જ કઠોર બનાવી દીધા હતા.તેમનું હ્રદય કઠોર બની ગયું હતું.તેમને આ બદલો લેતી વખતે તેમને જરા પણ દયા નહોતી આવી આખરે પરિસ્થિતિ જ એવી હતી.
યુ.પી.ની પોલીસે તેના માથા માટે રૂ. પાંચ લાખનુ ઇનામ જાહેર કર્યું હતું.૧૯૯૬માં તે સમાજવાદી પાર્ટીની ટીકીટ પર લોકસભાની બેઠક પર જીત મેળવી.ડાકુરાણી ફૂલનદેવી ચંબલપ્રદેશનું એવું નામ હતું, જે નામ સાંભળતા જ ઉત્તરભારતના લોકોના શરીર તાઢા પડી જતા.ફૂલનદેવીનું ડાકુરાણી બનવા પાછળ એના જીવનની ઘણી બધી ઘટનાઓ જવાબદાર માની શકાય. તેનો મિઝાઝ તીખો કોઈ સાથે વાત કરવી અને બોલે તોય મોઢામાંથી ગાળ કાઢવી.ખાસ કરીને પત્રકારોથી તેને ચીડ હતી ફૂલનદેવી જયારે પોતાની અલાયદી ગેંગ બનાવી ત્યારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અનહદ તરખાટ મચાવી દીધો.
આ ડાકુઓ જ પ્રજાના હીરો ગણાતા ને સરકાર માટે ડાકુઓ વર્ષો સુધી માથાનો દુખાવો જ રહ્યા .તેમનો ખૌફ વધતા યુપી એમજ એમપી પોલીસ પણ આ ડાકુરાણી ફૂલનના નામથી થરથરી ઉઠતા.તેમને અન્ય ડાકુઓ તેમજ ઠાકુરોની દુશ્મની સામે ટકી રહેવું તેમના માટે મુશ્કેલ બની ગયું અને આખરે તેમણે આત્મસમર્પણ કરવાનું વિચાર્યું. મધ્યપ્રદેશના તે સમયના મુખ્યમંત્રી અર્જુન સિંહની સમક્ષ ફૂલનદેવીએ એક જાહેર સમારોહમાં ડાકુ જિંદગીને અલવિદા કરી. તેની ઝલક માટે સેંકડો લોકો ઉમટ્યા હતા. તે સમયે ફૂલનદેવીની લોકપ્રિયતા કોઈ ફિલ્મી સિતારા જેટલી હતી. જ્યારે, તે આત્મસમર્પણ કરવા આવી ત્યારે તેને માથે લાલ કપડું બાંધ્યું હતું. અને જેવી તે હાથમાં બંદુક લઈને સ્ટેજ પર પહોંચી બધાના જીવ અધ્ધર થઇ ગયા. પણ ફૂલનદેવીએ જ્યારે બંદુક માંથાને સ્પર્શ કરાવી અર્જુન સિંહના ચરણોમાં મૂકી ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો.
ફૂલને જ્યારે આત્મસમર્પણ કર્યું ત્યારે અંગૂઠા છાપ હતી. અને તેમણે સરકાર સામે પોતાની શરતો મૂકી કે પોતાના ગેન્ગના એક પણ વ્યક્તિને મૃત્યુદંડ ન થવો જોઈએ ને આખરે સરકારે તેમની શરતો માની ત્યારબાદ જ પોતે આત્મસમર્પણ કર્યું અને પોતે 11 વર્ષનો કારાવાસ ભોગવ્યો.એવું પણ કહી શકાય કે જેનો ભૂતકાળ જ એટલો કઠીન કપરો અને લોહિયાળ હોવા છતાં લોકો એ તેમને બે વખત લોકસભા સુધી પહોંચાડી હતી.એક ગુનેગારને સંસદમાં બેસાડવા માટે અમુક લોકોને વાંધો હતો એમ જાણવા મળ્યું છે.1994માં જેલમાંથી મુક્ત થયા બાદ 1996માં 11મી લોકસભા માટે મિરઝાપુરથી ચૂંટાઈ.
ફૂલનદેવીનું માત્ર 38 વર્ષનું ટૂંકુ જીવન જેટલા ઉતાર-ચઢાવથી ભરેલું છે તેના પર હંમેશા મોત મંડરાતું હતું.પછાત વર્ગોના મતના સહારે તે ચૂંટાઈને લોકસભા સુધી પહોંચી હતી. લોકસભામાં સૌના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી. તા. ૨૫ જુલાઈ, ૨૦૦૧ના રોજ લોકસભામાં હાજરી આપી બપોરનું ભોજન લેવા તે તેના સુરક્ષા ગાર્ડ સાથે દિલ્હીમાં અશોકા રોડ ખાતે પહોંચી હતી. અશોકા રોડ સૌથી વધુ સલામતી ધરાવતો વિસ્તાર ગણાય છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રઘુરાજ સિંહ શાક્યાએ તેને તેમની કારમાં લિફ્ટ આપી હતી. બપોરે ૧.૩૦ વાગે તે તેના સાંસદ તરીકેના અધિકૃત નિવાસસ્થાને પહોંચી. તે તેના ગેટ્સમાં હજુ માંડ પ્રવેશી જ હતી ત્યાં અચાનક શેરસિંહ રાણા અને ધાન પ્રકાશ ઉર્ફે વિકી તેની તરફ ધસી આવ્યા. ફૂલનદેવી કાંઈ પણ વિચારે તે પહેલાં શેરસિંહ રાણાએ તેની રિવોલ્વરમાંથી છ બુલેટ તેના પર છોડી ફૂલનદેવીને વીંધી નાખી.
કહેવામાં આવે છે કે ફૂલનદેવી એ જયારે 22 ઠાકુરોની હત્યા કરી ત્યારે તે રાણાની વય હજુ નાની હતી અને આં હત્યાનું દ્રશ્ય તેને તેની આંખે જોયું હતું ને તે ભૂલી ન શક્યો તેને આ હત્યાનો બદલો લેવા જ ફૂલનદેવીને રિવોલ્વરમાંથી છ બુલેટ તેના પર છોડી ફૂલનદેવીને વીંધી નાખી. ફૂલન પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હોવાથી બહાદૂર બની. વિરાંગના તો હતી જ. અતિશય શોષણ થતા જ્વાળામુખીની જેમ ફાટી નીકળી.મીડિયાએ ફૂલનને નવું નામ આપ્યું. બેન્ડિટ ક્વીન.તેના પર ફિલ્મ પણ બનાવવામાં આવી છે .