WhatsApp હવે આપડા રોજીન્દા જીવન માટે જરૂરી બની ગયું છે. ઓફીસથી લઈને વેપાર સુંધી દરેક જગ્યાએ WhatsApp નો વપરાશ થાય છે. આ વખતે WhatsApp પર કઈક એવો બદલાવ થયો જે તમને પસંદ આવશે. હાલમાં જ WhatsApp નાં 1 અરબ યુઝર્સ થઇ ગયા છે. આવામાં WhatsApp માં ૬ એવા નવા સુધારા થવા જઈ રહ્યા છે. તો આવો જાણીએ શું છે તે નવા ફીચર્સ…
ડીલીટ કરેલ ફોટા અને વીડિઓ ફરીથી કરી શકશો ડાઉનલોડ
જેવી રીતે કે તમે WhatsApp માંથી વિડિઓઅથવા ફોટા ડીલીટ કરી નાખ્યા છે, તો તમે તે ફરીથી ડાઉનલોડ કરી શકો છો. આ ફીચર એન્ડ્રોઈડનાં બીટા વર્ઝન પર ઉપલબ્ધ છે. IOS પર આ ફીચર ઉપલબ્ધ નથી. તમે ત્રણ મહિના જુના ફોટા અને વીડિઓ ફરીથી ડાઉનલોડ કરી શકો છો.
હાઈ પ્રાઓરિટી નોટિફિકેશન
આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ બીટા વર્ઝન વાળા લોકો માટે જ છે. આ ફીચરથી તમે જરૂરી નોટિફિકેશનને ટ્રેક કરી શકશો. એટલે કે તમે કોઈ પણ જરૂરી નોટિફિકેશનને મિસ નહિ કરી શકો. નોટિફિકેશન સેટિંગ્સમાં તમને આ ફીચર મળી જશે. આ ફીચર ફક્ત એન્ડ્રોઈડના WhatsApp વર્ઝન 2.18.117 પર જ ઉપલબ્ધ છે.
એડમીન નીકાળી શકશે બીજા એડમીનને
આ ફીચર ફક્ત IOS બેટા યુઝર્સ માટે WhatsAppનાં વર્ઝન 2.18.41 અને વેબ Apps પર જ ઉપલબ્ધ છે.આ ફીચરના માધ્યમથી ગ્રુપનો એક એડમીન બીજા એડમીનને ગ્રુપમાંથી કાઢી શકે છે. આપહેલા આવું કોઈ ફીચર અત્યાર સુંધી ન હતું.
WhatsApp પેમેન્ટ
આ સુવિધા ફક્ત એ લોકો માટે ઉપલબ્ધ છે જેમને WhatsApp પેમેન્ટને ચાલુ કરીને રાખ્યું છે. આ ફીચર WhatsApp બીટાનાં એન્ડ્રોઈડ 2.18.113 પર જ ઉપલબ્ધ છે. WhatsApp પેમેન્ટનાં માધ્યમથી યુઝર કોન્ટેક્ટસ પાસે પૈસા માટે રીક્વેસ્ટ કરી શકે છે. પહેલા ફક્ત પૈસા મોકલવામાટેનો જવિકલ્પ ઉપલબ્ધ હતો.
લોક વોઈસ મેસેજ રેકોર્ડિંગ
અત્યાર સુંધી એવું હતું કે તમે માઈક બટન દબાવીનેજ વોઈસ મેસેજ મોકલી સકતા હતા. પરંતુ આ ફીચરના ઉપયોગથી તમારે0.5 સેકેંડ સુંધી જ બટન દબાવી રાખવું પડશે. જેના પછી તમે વોઈસ રેકોર્ડ કરી શકશો. આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.102 અને IOS પરજ ઉપલબ્ધ છે.
1GB સુંધીની ફાઈલો કરી શકાશે શેર
WhatsApp હવે તમને ફાઈલ શેરીંગમાંપણ ખુશખબરી આપવા જી રહ્યું છે. જલ્દી જ તમે 1GB સુંધીની ફાઈલ શેર કરી શકશો. અત્યારે એન્ડ્રોઈડ પર 100 MB અને IOS પર 120 MB ની ફાઈલો શેર કરી શકો છો. જલ્દી જઆ ફીચર પણ તમારા મોબાઈલમાં ઉપલબ્ધ થઇ જશે.