અત્યારે ગુજરાતથી લઇ ભારત ભરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીઓ ચાલી રહ્યી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત આવી રહ્યા છે. તેમના માટે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્ય્રક્રમમાં યોજાવવાનો છે. જેને લઇને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગમનમાં યોજાવનાર કાર્ય્રક્રમમાં કૈલાશ ખેર 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ સમારોહમાં કૈલાશ ખેર વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હાજરીમાં ‘બાહુબલી 2’ ફિલ્મના સોન્ગ ‘જય-જય કારા સ્વામી દેના સાથ હમારા’ સોન્ગથી પરફોર્મન્સ શરૂ કરશે. તેઓ ‘અગડ બમ બમ લહેરી’ સોન્ગથી તેમના પરફોર્મન્સની પૂર્ણાહુતિ કરશે.
ફોક અને સૂફી મ્યુઝિકથી પ્રેરિત સિંગર અને કમ્પોઝર કૈલાશ ખેરે તેમના પરફોર્મન્સને લઈને કહ્યું કે, ‘જો મારું ચાલે ને તો હું આ જ ગીતો પર તેમને પણ નચાવું.’
તે સિવાય આ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય લોકગાયક કિર્તીદાન ગઢવી પણ પરફોર્મ કરવાના છે.
વાત કરીએ કૈલાશ ખેરની તો કૈલાશ ખેરને 2017માં ભારત સરકાર તરફથી પદ્મ શ્રી અવોર્ડ મળ્યો હતો. ઉપરાંત તેઓને 2006માં આવેલ ‘ફના’ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો અવોર્ડ પણ મળ્યો હતો.