GDP : ત્રીજા ક્વાર્ટર માટે ભારતના જીડીપીના આંકડા બહાર આવ્યા છે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8.4% હતો. એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ભારતનો જીડીપી 8.4 ટકાના દરે વધ્યો છે. આ સરકારના અંદાજ કરતાં ઘણું વધારે છે.
ત્રીજા ક્વાર્ટર માટે ભારતના જીડીપીના આંકડા બહાર આવ્યા છે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8.4% હતો. એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ભારતનો જીડીપી 8.4 ટકાના દરે વધ્યો છે. આ સરકારના અંદાજ કરતાં ઘણું વધારે છે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં દેશનો આર્થિક વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ 2022-23 માટે સાત ટકાના સુધારેલા અંદાજ કરતાં વધુ છે.