Share Market Close: મંગળવારે સવારે શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું હતું પરંતુ બાદમાં બંને સૂચકાંકોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે BSE અને NSE લીલા નિશાન પર બંધ થયા છે. સેન્સેક્સ 305 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે. જોકે. ડોલર સામે રૂપિયો મર્યાદિત રેન્જમાં બંધ થયો છે…
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. આજે સવારે બજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું હતું.
આજે સેન્સેક્સ 305.09 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 73,095.22 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી 76.30 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 22,198.30 પર પહોંચ્યો હતો.
ઓટો, કેપિટલ ગુડ્સ, આઈટી, ફાર્મા, રિયલ્ટી સેક્ટર 0.5-1 ટકા વધ્યા છે. તેલ અને ગેસ સૂચકાંકો 1 ટકા નીચે છે.બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો નજીવા નીચામાં બંધ છે.
ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો
નિફ્ટી પર, ટાટા મોટર્સ, ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પ અને સન ફાર્માના શેર્સ લાભ સાથે બંધ થયા હતા, જ્યારે હીરો મોટોકોર્પ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, ડિવિસ લેબ્સ અને યુપીએલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.