બાઈક ચલાવતા સમયે આંસૂ આવવું એક સામાન્ય વાત છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે હોય છે. નહિ ને, તો ચાલો જાણીએ આવું શા માટે હોય છે.
જ્યારે આપણે બાઇક ચલાવીએ છીએ અથવા બાઇકની પાછળ ચશ્માં વગર બેસીએ છીએ, અને આ સિવાય જ્યારે હાઇસ્પીડમાં બાઈક ચલાવીએ છીએ ત્યારે આપણી આંખોમાંથી આંસુઓ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે હવા આપણી આંખોને સ્પર્શ કરે છે, ત્યારે હવા આપણી આંખોમાં રહેલા ભેજને શોષી લે છે. અને આપણી આંખોમાં રહેલી lacrimal Gland (આસું ગ્રંથી) સક્રિય થઇ જાય છે અને તે આ ભેજને જાળવી રાખવા વધુ ભેજ બનાવવા લાગે છે. અને આપણી આંખો વધુ સ્પીડથી બની રહેલા આ આંસુઓને આંખોમાં રાખી ન શકતું હોવાના કારણે આસુંઓ બહાર આવવા લાગે છે. અને તેથી જ બાઇક ચલાવતા સમયે આંખોમાંથી આંસુઓ નીકળી જાય છે. આંખોને સ્વસ્થ રાખવા માટે આંખોનું ભીનું રહેવું જરૂરી છે તે આપણી આંખો અપણા કરતા વધુ જાણતી હોય છે.