મારું ગુજરાત…હા હા આપણું ગુજરાત..શું કહેવું ગુજરાત વિશે જયાની વિશેષતા જ કઈક અલગ છે.અને ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું નામ ગુજ્જર પરથી પડેલું છે.ગાંધીનગર એ અમદાવાદનું પાટનગર છે.ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મેં ૧૯૬૦માં થઈ.ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. ગુજરાત વિશેની માહિતી અને એનો ઈતિહાસતો આપણે જાણતા જ હશું.ચાલો આપણે એ જાણીએ કે ગુજરાતી એટલે કોણ? ગુજરાતી એટલે જે પાનના ગલ્લા પર બેસીને મોમાં પાન ચડાવતા પુરા ગામની માહિતી વાગોળે.ગુજરાતી એટલે હાલતા ચાલતા લોકોને હાથ ઉંચો કરીને પૂછે કેમ છો?અને રામ રામ જેવા શબ્દો તો એમના મોઢા પર જ હોય?જેમાં ઢોકળા,ખાખરા,ફાફડા એ ગુજરાતીની ઓળખ હોય.
ગરબાના તાલે ઝૂમી ઉઠતા હોય.ગરીબોની સેવા કરતા હોય…આ છે આપણા ગુજરાતીઓ…ભારતના ખોળે રમતું એક ,માં ભારતીનું લાડક્ડું સંતાન એટલે ગુજરાત.ભગવાને ગુજરાતને ઘણી વૈવિધ્યસભર કુદરતી જગ્યાઓની ભેટ આપી છે. ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, નદીઓ, ધોધ, જંગલો એમ ઘણું બધું કુદરતી સૌન્દર્ય ગુજરાતમાં છે. આ ઉપરાંત ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ અહીં ઘણું સર્જન કર્યું છે
આ બધું જોવું જાણવું હોય તો ગુજરાતના પ્રવાસે નીકળવું જ પડે.જ્યાં કોઇપણ ગીત વાગતું હોય ને એ ગીત પર ગરબાના સ્ટેપ શરુ થઈ જાય.અને એટલે કેવાય કે ….લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલતો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે છેલછબીલો ગુજરાતી..મેરનો રોટલો મળતો હોય..આશરો આહીરનો હોય..આસન અવધુતનું હોય..વાણી નાગરની ને દાતારી પરમારની હોયને ચતુરાઈ ચારણની હોય.સચ્ચાઈ સેયદની હોય અને ખેરાતી મેમળની હોય વાલા ….એમાય રીત રાજપૂતની હોય,પ્રીત પારસીની,બ્રાહ્મણની રસોઈ હોય.
અનુપમ શોભતે ગુણીયલ ઉજ્જવળ ઉર્વીસાર ગુજરાત આતો ભારતના ગોરવનો નમણો નમસ્કાર છે ગુજરાત…મીઠી ને તીખી વાનગીઓ સાથે ખાય જેમ કે , જલેબી-ફાફડા ને મરચાં ..અને જીભે રાખે મીઠાસ ..આવું અલાયદું ગુજરાત કોને ન ગમે..જ્યાં સૌરાષ્ટ્રમાં છાશ ના દરિયા ઘરે ઘરે હોય અને મહેમાન નવાઝી તો સ્વર્ગની જ અનુભૂતિ કરાવે.ઘરે આવેલા મહેમાનને તાણ કરી કરી ને રોકવા.
અને માથે પાઘડી બાંધેલા દાદાઓ જાણે ગામનો ચોરો એમના નામ પર જ હોય જાણે..માથે પાઘડી બાંધી હોય,હાથમાં એમના ભાથું હોય,ગાય ભેસનું ટોળું હોય..ખભે મોટી લાકડી હોય..એ જ આપણા માલધારી ભાઈઓ હોય..ગુજરાતનું નામ વિશ્વમાં અમર કરતા ગયા હોય એવા આપણા મહાત્મા ગાંધી હોય,એવા આપણા સરદાર પટેલ હોય,નાના ગામડામાંથી આવતા હોય દેશના પ્રશ્ન સાંભળતા હોય,ને પ્રધાનમંત્રીના હોદ્દા પર બેઠા હોય એ જ આપણા નરેન્દ્રભાઈ મોદી હોય.જ્યાં સુરત જેવા શહેર હોય ત્યાં હીરાનો ધમધમાટ ચાલતો હોય.ગુજરાતી એટલે એક એવી પ્રકૃતિ કે જેને માણવી હોય તો ગુજરાતીને ત્યાં જ જન્મવું પડે… પણ હાલ જે લોકો ગુજરાત માં રહે છે વર્ષો થી એ પણ ગુજરાતી થઈ ગયા છે.
.એનો સ્વભાવ પણ ‘મોજીલો’ થઈ ગયો છે..કારણકે ગુજરાતી ઓને ટેન્શન લેતા આવડતું જ નથી…એને માત્ર મુંજાતા જ આવડે .. પણ ‘મુંજાતા’ શબ્દ માં પણ ‘મોજ’ શબ્દ રહેલો છે… એટલે ગુજરાતી ઓ પણ એવા જ છે..મૂંઝવણમાં ય મોજમાં રહેવા વાળા.ગુજરાતી એટલે દેશના કોઇપણ ખૂણે જાય પણ પોતાની ભાષા તો હોઠે જ હોય,જ્યાં સોરઠની ધરતી પર સિંહની ગર્જના સંભળાતી હોય.રૂડું ગીર સાવજથી ભરેલું હોય..સોરઠની ધરતી પર જોગીદાસ ખુમાણ જેવા મહાન વ્યક્તિઓ જન્મ્યા હોય,,ને વળી હાલતા ને ચાલતા ભજન અને ડાયરાની મોજ હાલતી હોય..
મિત્રો વચ્ચે ગપાટા ચાલતા હોય તેમજ મહાન કવીઓ ગુજરાતને મળ્યા છે..જેમની કવિતા સાંભળવાથી એક ઝન્ન્ત મળતી હોય,,,એવા આપણા મહાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હોય.જેમના ધડ લડતા હોય મસ્તક પડતા એવા દાદા વચ્છરાજ પણ ગુજરાતના ખોળે જન્મ્યા હોય.જ્યાં ખોડલ,મોગલ,અંબે,કાલીકાના ગરબા ચારેકોર વાગતા હોય,શાકની લારી પાસે ઉભા ઉભા બધી જ પંચાત કરીને માત્ર એક લીંબુ જ ખરીદે એ પાક્કો ગુજરાતી.જ્યાં કડિયું,જેમાં આભલા ટાંકેલા હોય તેવી ચનીયાચોલી એ તો જાણે ગુજરાતની અલગ જ ઓળખ હોય,દેશ વિદેશના લોકો ગુજરાતમાં આવતા હોય,મીઠો આવકાર મળતો હોય.જેના લોહીમાં ધન અને ધંધો તો હોય જ.વેપાર અને વાણીજ્ય એના રક્તમાં જ છે.ખંત ખમીરવન્તા એટલે જ ગુજરાતીઓ.
સોમનાથ,દ્વારકા,તુલસીશ્યામ,બગદાણા,ઊંજા,ચોટીલા,રાજપરા,કાગવડ,શેત્રુંજય પર્વત હોય,અને વિશાળ છાતી કાઢીને ઉભો દીવ,ઝાંઝમેર,અખાત,કુડા,ડુમ્મસ ,નકળંગ,ભવાનીનો દરિયો હોય,,જ્યાં સીધી સૈયદની જાળી,રાનકીની વાવ,અડાલજની વાવ સરખેજનો રોજો,રાણી સિપ્રીની મસ્જીદ,સહસ્ત્રલિંગ તળાવ,ભદ્રનો કિલ્લો જેવા બેનમુન સ્થાપત્ય જેના અલંકારો હોય,તેમજ માધવપુરનો,વવઠાનો મેળો કે ભવનાથનો મેળો જામેલો હોય.અને અહી સ્ફેદરણ જોવા દુનિયાના લોકો આવતા હોય.રણ વિસ્તાર,ડુંગરો,ઝાડીઓ,નદીઓ,પ્રકૃતિ ગુજરાતની સુંદરતા વધારતી હોય.
જ્યાં શરદપૂનમની રઢિયાળી રાત હોય ખુલ્લું આકાશ અને ચાંદ અને ચાંદની મન મુકીને અજવાળું પાથરતા હોય.વાતા વાયરા માં પ્રેમી યુગલો ગરબાનો લ્હાવો લઈ મોજશોખ માણતા હોય અને ત્યાં અનંત વિકાસનું નુતન પ્રભાત હોય.કચ્છમાં આશાપુરા બિરાજમાન હોય,ઉન્જામાં ઉમિયા હોય,ચોટીલામાં ચામુંડા,પાવાગઢમાં કાલકા બિરાજતા હોય.તેવું જ મહાન ગુજરાત હોય.કલા,કસબને પામીએ ખ્લાસેક સાથે એક જ ઘડા પર હોય એ વસુંધરા પર જન્મ મળે..મિત્રો પાક્કા ગુજરાતી એટલે કોણ ખબર છે? ગુજરાતી એટલે કોઈની સાઇકલ કે બાઈક પડી હોય ને તેની હવા કાઢીને જતા રેવું.ખિસ્સામાં ભલે કઈ ન હોય પણ વાતો તો મોટી મોટી કરવાની..આવતા જતા લોકોને પ્રશ્ન પૂછવો કેમ છો ને એ જ પાછા જવાબ આપે મજામાને..એવો મસ્તીખોર ગુજરાતી જે પોતાનું બેલેન્સ પાછું મેળવવા વારંવાર કંપનીમાં ફોન કરે.
અને ગાડી કે ટ્રક કે પછી બસ હોય ભગવાનનું નામ તો જોવા મળે જ જેઓ મસ્તી પણ કરતા જાય ભક્તિ પણ હોય તે જ ગુજરાત.ખરેખર સદભાગ્ય આને જ કહેવાય.ગરબા,ગાંધીને ગીરનાર ગુજરાતની ઓળખ હોય.વેપાર,વાનીજ્ય ને વિકાસ જેનો ઉદ્દેશ હોય.ગુજરાતની સંસ્કૃતિ વિશ્વિખ્યાત હોય.તેમજ ગુજરાતી એટલે દિલના સાફ અને ખોપડી હટે તો બધાના બાપ બની જાય છે.
ગુજરાતના લોકો દલીલ કરવામાં ફેમસ સામેવાળાને વાતમાં જ ગૂંચવી નાખે.આવું મારું ગુજરાત હોય……અને અહી નાત જાત ભૂલી ભાઈચારો જોવા મળે છે.અને અહી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ મહાન સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાના બધા સ્ટેચ્યુથી ઊંચા છે અહી .તહેવારો ધામધુમથી ઉજવાય છે.આ છે ગુજરાત …એથી વ્હાલા છે ગુજરાતીઓ …