સોનું રૂ. 250 વધ્યું; ચાંદી રૂ
HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમત 250 રૂપિયા વધીને 62,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 62,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “વિદેશી બજારોમાંથી હકારાત્મક સંકેતો મળતાં, દિલ્હીના બજારોમાં હાજર સોનાના ભાવ (24 કેરેટ) રૂ. 250 વધીને રૂ. 62,800 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે.”
આંતરરાષ્ટ્રીય બજારોમાં, કોમેક્સ પર સ્પોટ સોનું US$2,020 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે તેના અગાઉના બંધ કરતાં US$7 વધારે હતું.
જોકે, ચાંદીનો ભાવ ઘટીને US$23.09 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે તે અગાઉના વેપારમાં US$23.39 પ્રતિ ઔંસ પર બંધ હતો. આજના કારોબારી દિવસે ચાંદી 500 રૂપિયા ઘટીને 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે.
સોનાના વાયદાના ભાવમાં વધારો
સોમવારે સોનાની કિંમત 170 રૂપિયાના ઉછાળા સાથે 62,048 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, એપ્રિલ ડિલિવરી માટેના સોનાના કોન્ટ્રેક્ટ 13,340 લોટના ટર્નઓવર સાથે રૂ. 170 અથવા 0.27 ટકા વધીને રૂ. 62,048 પ્રતિ 10 ગ્રામ થયા હતા.
વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનાનો વાયદો 0.38 ટકા વધીને US$2,031.70 પ્રતિ ઔંસ થયો હતો.
ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો
સોમવારે ચાંદીની કિંમત 569 રૂપિયાના ઘટાડા સાથે 71,543 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 21,616 લોટના ટર્નઓવર સાથે રૂ. 569 અથવા 0.79 ટકા ઘટીને રૂ. 71,543 પ્રતિ કિલોગ્રામ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 1.28 ટકા ઘટીને US$23.18 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.
આજે સોના અને ચાંદીના ભાવ-
- દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,820 છે .
- મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,670 છે .
- કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 62,670 છે .
- ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,270 છે .