RBI: ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને મોટી રાહત આપી છે. RBI દ્વારા Paytm પર 29 ફેબ્રુઆરી 2024થી લાદવામાં આવેલા નિયંત્રણોને 15 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવ્યા છે.
RBI એ પેટીએમ પેમેન્ટ બેંકને રાહત આપી, ડિપોઝિટ-વોલેટ સંબંધિત ઓર્ડર 15 માર્ચ સુધી લંબાવ્યો.
ભારતીય રિઝર્વ બેંકે મોટી રાહત આપી છે. RBI દ્વારા Paytm પર 29 ફેબ્રુઆરી 2024થી લાદવામાં આવેલા નિયંત્રણો હવે 15 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવ્યા છે. 31 જાન્યુઆરી, 2024 ના રોજ જારી કરાયેલા આદેશમાં, આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ પેમેન્ટ બેંક સામે અનિયમિતતા જોવા મળી હતી, જે બાદ સેન્ટ્રલ બેંકે આ આદેશ જારી કર્યો હતો.