GDPસૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 15.65 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકન સાથે સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને છે. RILનું મૂલ્યાંકન બીજા સ્થાને આવેલી કંપની TCS કરતાં લગભગ રૂ. 3 લાખ કરોડ વધુ છે. HDFC બેંક રૂ. 10 લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન સાથે ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની આગેવાની હેઠળની દેશની ટોચની 500 ખાનગી ક્ષેત્રની કંપનીઓનું મૂલ્યાંકન $2,800 બિલિયન અથવા રૂ. 231 લાખ કરોડ છે. આ રકમ સાઉદી અરેબિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોરના સંયુક્ત ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કરતાં વધુ છે. ઉપરાંત, આ રકમ ભારતના જીડીપીના લગભગ 71 ટકા છે.
HDFC ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની
સૌથી મૂલ્યવાન કંપનીઓની હુરુન ઈન્ડિયા-એક્સિસ બેંક-2023ની યાદી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 15.65 લાખ કરોડના મૂલ્યાંકન સાથે સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહી છે. RILનું મૂલ્યાંકન બીજા સ્થાને આવેલી કંપની TCS કરતાં લગભગ રૂ. 3 લાખ કરોડ વધુ છે. HDFC બેંક રૂ. 10 લાખ કરોડના માર્કેટ વેલ્યુએશન સાથે ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે.
જાહેર ક્ષેત્ર અને વિદેશી કંપનીઓ સામેલ નથી
યાદીમાં 52 કંપનીઓ એક દાયકા કરતાં ઓછી જૂની છે અને સૌથી જૂની કંપની EID-Parry (235 વર્ષ) છે. ખાનગી ક્ષેત્રની ટોચની 500 કંપનીઓની યાદીમાં લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, તેમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ અને વિદેશી કંપનીઓનો સમાવેશ થતો નથી.
આ કંપનીઓ 70 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે
હુરુન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે આ કંપનીઓએ વર્ષમાં 13 ટકાનો વેચાણ વૃદ્ધિ નોંધાવી છે અને તેમનું સંયુક્ત વેચાણ $952 બિલિયન છે. એક્સિસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ ચૌધરીએ કહ્યું કે આ કંપનીઓ 1.3 ટકા અથવા 70 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે.