ભગવાન શ્રી ગણેશના આગમનનો મહોત્સવ ખૂબ ધૂમધામથી સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ પર્વનું ખૂબ જ મહત્ત્વ છે. મુંબઈમાં આ દરમિયાન ગણેશ પંડાલ લગાવાવમાં આવે છે જેમાં સૌથી જાણીતા છે લાલબાગચા રાજા. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ લાલબાગચા રાજાના ને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે. લાલબાગચા રાજા વિશ્વ વિખ્યાત છે. તે એક સાર્વત્રિક ગણપતિ છે, જે ગણેશ ચતૂર્થી તહેવાર દરમિયાન મુંબઈના અગ્રણી વિસ્તાર લાલબાગમાં રાખવામાં આવે છે. તમે લાલબાગચા રાજાના અત્યાર સુધી ના ફોટા જોયા હશે, પરંતુ શું તમને ખબર છે લાલબાગચા રાજાના ૧૯૩૪ માં કેવા ફોટા હતા. નહી ને તો ચાલો આજે અમે તમને લાલબાગચા રાજાના દર્શન કરાવી શું એ પણ ૧૯૩૪ થી ૧૯૪૯ સુધીના.
લાલબાગચા રાજા ૧૯૩૪ માં
લાલબાગચા રાજા ‘લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડલ’ની જાણીતી પ્રતિમા છે. આ મંડલના પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવ મંડલ, લાલબાગચાના નામથી ઓળખતો હતો. હાલમાં જે મંડલ છે તેની સ્થાપના 1934માં થઈ હતી.
લાલબાગચા રાજા ૧૯૩૫ માં
સુખ, સમ્માન, ઉંચાઈ, પદ અને સફળતાની ચાહમાં સામાન્ય વ્યક્તિથી લઈને અસામાન્ય લોકો રાજાના દર્શન કરવા માટે અનેક કિલોમીટર લાંબો પ્રાવસ કરીને અહીં પહોંચે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રાજા ગણેશના દર્શન કરી શ્રદ્ધાળુ ધન્ય અનુભવે છે.
લાલબાગચા રાજા ૧૯૩૬ માં
લાલબાગચા રાજા કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, તેના દર્શન માટે શ્રદ્ધાળુ લાંબી લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે. કહેવાય છે કે, અહીંના ગણેશ પ્રતિમાના દર્શન કરવા માત્રથી શ્રદ્ધાળુઓની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
લાલબાગચા રાજા ૧૯૩૭ માં
લાલબાગચા રાજા મુંબઈમાં સૌથી વધુ પ્રેમભર્યા ગણપતિ છે. મહારાષ્ટ્રની આસપાસના લાખો લોકો દર વર્ષે રાજાની મુલાકાત લે છે.
લાલબાગચા રાજા ૧૯૩૮ માં
‘લાલબાગચા રાજા’ના દર્શન કરી એમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આખી-આખી રાત અને દિવસ મંડપની બહાર લાઈનમાં ઊભાં રહેતા હોય છે.
લાલબાગચા રાજા ૧૯૩૯ માં
હાલમાં મુંબઈમાં ફિલ્મના કલાકારો પણ પોતાના આવાસ ઉપર પરંપરાગત ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન કરે છે
લાલબાગચા રાજા ૧૯૪૦ માં