Samsung Galaxy S24 સિરીઝઃ અગ્રણી કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગે ભારત સહિત વૈશ્વિક બજારમાં Galaxy S24 સિરીઝ લૉન્ચ કરી છે. આ શ્રેણીના સ્માર્ટફોન્સમાં Galaxy S24 Ultra, Galaxy S24+ અને Galaxy S24નો સમાવેશ થાય છે. આ સીરીઝના ફોનને AI ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યા છે. અહીં અમે તમને આ લેટેસ્ટ ફોનની કિંમત, ફીચર્સ અને બુકિંગ તારીખ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
S24 સિરીઝના ફોનમાં AI ફીચર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, હિન્દી સહિતની પસંદગીની ભાષાઓમાં ઇન્સ્ટન્ટ વૉઇસ કૉલ સાથે મેસેજ ટ્રાન્સલેશન, ઇમેજ એડિટિંગ, કન્ટેન્ટ સર્જકોને આકર્ષવા માટે બહેતર કૅમેરા અને મજબૂત ડિસ્પ્લે માટે કૉર્નિંગ ગોરિલા આર્મર ગ્લાસ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતમાં ગ્રાહકો 18 જાન્યુઆરીથી Galaxy S24 સિરીઝના સ્માર્ટફોનનું પ્રી-બુક કરી શકે છે અને તેનું વેચાણ 31 જાન્યુઆરીથી શરૂ થશે.
Samsung Galaxy S24 સિરીઝના સ્માર્ટફોનની સ્ટોરેજ ક્ષમતા 8 GB સિસ્ટમ મેમરી (ROM) અને 256 GB સ્ટોરેજ મેમરી (RAM) થી 12 GB ROM અને એક ટેરાબાઇટ (TB) RAM સુધીની છે. આ સ્માર્ટફોન ભારતમાં 79,999 રૂપિયાથી 1,59,999 રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ હશે.