રાજસ્થાની એટલે એવી વ્યક્તિ કે જે રાજસ્થાનમાં જન્મી હોય કે, જેનું મૂળ રાજસ્થાનમાં હોય. આવા રાજસ્થાની લોકોની માતૃભાષા રાજસ્થાની, મારવાડી કે હિંદી હોઇ શકે છે.રાજ્સ્થાન એ ભારતના ઉત્તરમાં આવેલુ રાજ્ય છે..
આ રાજ્યની સ્થાપના અંગ્રેજ શાસન હેઠળના રાજપુતાના તરીકે ઓળખાતા રજપુત રજવાડાઓના ક્ષેત્રને ભારતમાં વિલિન કરી, ૩૦ માર્ચ, ૧૯૪૯ ના દિવસે કરવામાં આવી હતી.. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જયપુર છે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં જોધપુર, કોટા, બિકાનેર, અજમેર અને ઉદયપુર નો સમાવેશ થાય છે…
આધુનિક રાજસ્થાનમાં રાજપુતાનાનો મોટો સમાવેશ થાય છે.જેમાં અગાઉના 19 રજવાડાઓ, બે મુખ્ય શાસકો અને અજમેર-મેવાડનો બ્રિટીશ જિલ્લાનો સમાવેશ થાય છે. જેસલમેર, મારવાડ (જોધપુર), બિકાનેર, મેવાડ (ચિત્તોડગઢ), અલવર અને ધુંધર (જયપુર)એ મુખ્ય રાજપૂત રજવાડાઓ હતા. ભરતપુર અને ધોલપુર જાટ રજવાડાઓ હતા જ્યારે ટોંક એક મુસ્લિમ નવાબ હેઠળ રજવાડું હતું.તો ચાલો જાણીએ રાજસ્થાનના જેસલમેર જીલ્લા વિશે …….
જેસલમેર(થાર રણ)
જેસલમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. રાજસ્થાનના રણમાં વસેલુ નાનકડુ સુંદર શહેર એટલે જેસલમેર.આપણે વાત કરીએ જેસલમેરના થાર રણની જેમાં આજે પણ લોકો તેની મુલાકાત લેવા આવે છે.જેસલમેરમાં ટૂરિસ્ટ ખાસ બે વસ્તુ જોવા આવે છે – એક છે જેસલમેર ફોર્ટ એટલે કે ગોલ્ડન ફોર્ટ અને બીજું છે રણ..
રણ ને ‘ગર્મીસ્તાન’ એટલેકે અતિ ગરમ સ્થાન માનવામાં આવે છે. આમાં કોઈ વનસ્પતિ નથી થતી. બસ, જ્યાં નઝર પડે ત્યાં ફક્ત રેતી ને રેતી જ. રણમાં મોજ-મસ્તી કરવાની એક અલગ જ મજા છે. સેંકડો પર્યટકો દરવર્ષે રણમાં વેકેશન કરવા માટે જાય છે. આવી જગ્યાએ સફર કરતી વખતે આમાં ઊંટો પણ હોય છે, જેના પર બેસીને સફર કરવાનો અહેસાહ તમારી યાત્રાને રોમાંચક અને ખાસ બનાવે છે..
ડેઝર્ટ માં રાત વિતાવવાનો અનુભવ એકદમ સરસ હોય છે. કારણકે ખુલ્લી જગ્યામાં આપણે વિરાટ આકાશ પણ જોઈ શકીએ છીએ. આપણા ભારતમાં ગુજરાતમાં અને રાજસ્થાનમાં રણ આવેલ છે, વર્ષ દરમિયાન હજારો પર્યટકો આની મજા માણવા આવે છે. કપલ્સ રણ માં હનીમુન મનાવવા માટે પણ જાય છે..
આમ તો રાજસ્થાન માં તળાવો, મહેલો, બગીચાઓ, કિલ્લો અને ભવ્ય રોયલ મહેલો જોવાલાયક છે, પણ રાજસ્થાન મોટા ભાગે રણના કારણે જ દેશમાં લોકપ્રિય છે. રાજસ્થાનના જેસલમેર, જોધપુર, જયપુર અને ઉદયપુર માં તમને રણ જોવા મળશે..
રાજસ્થાનના રણમાં જઈએ ત્યારે રાજસ્થાની લોકો પોતાની શાસ્રીય સંગીત, નૃત્ય થી લોકોની સરાહના મેળવે છે. રણના વિસ્તારોમાં લોકો ઘરોને તડકાથી બચાવવા માટે માટીની ઇંટોનો ઉપયોગ કરે છે. અહી વરસાદ નથી થતો તેથી માટીની ઇંટો પલળતી નથી. રાજસ્થાન ના જેસલમેરમાં મોટાભાગે લોકોના આવા મકાનો જોઈ શકાય છે.
જો રાજસ્થાનમાં રણ ની સૈર કરવી હોય તો, બારમેડ અને જેસલમેર નો સફર કરવો. કારણકે અહી આ બે શહેરોમાં તમને આખા રાજસ્થાનની ઝલક દેખાશે. આ રંગોથી ભરપુર શહેરો છે. અહી તમને અનુપમ વાસ્તુશિલ્પ, મધુર લોક સંગીત, સાંસ્કૃતિક અને એતિહાસિક વિરાસત થી ભરપુર નગરી જોવા મળશે થાર રણના હૃદયમાં, જૈસલમેરને રેતીના સુંદર ઢગલા, કિલ્લાઓ, ભવ્ય મહેલો, મંદિરો અને સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે સુવર્ણ શહેર તરીકે ઓળખવામાં આવે છે.
થારનું રણ અને અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ભૌગોલિક વિશેષતાઓ છે.. થારના રણાઅસપાસ, રણ અને અરવલ્લીની વચ્ચેના પટ્ટામાં, વાયવ્યના કાંટા ઝાંખરાના જંગલો આવેલા છે.
આ પ્રદેશ 400 થી ઓછા મેળવે છે ,આ ક્ષેત્ર વર્ષમાં સરેરાશ ૪૦૦ મિમી કરતાં પણ ઓછો મેળવે છે અને ઉનાળામાં તાપમાન કેટલીકવાર ૫૪ °સે (૧૨૯°ફે) કરતા વધી શકે છે..
શિયાળામાં તાપમાન ઠારબિંદુ કરતાં પણ નીચે જાય છે.રાજસ્થાનની સાન ગણાતા જેસલમેરમાં એકવાર મુલાકાત લેવી જોઇએ. જેસલમેર ‘ગોલ્ડન સિટી’ રાજસ્થાનના શાહી મહેલો અને ઉંટ સાથે રણના આકર્ષણનું પ્રતિક છે.