ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા Xiaomi એ ગયા ગુરુવારે તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ‘Xiaomi SU7 ઇલેક્ટ્રિક સેડાન’ રજૂ કર્યું હતું. આ વાહન હવે ચીનમાં સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં એવા દાવાઓ થઈ રહ્યા છે કે Xiaomiની ઈલેક્ટ્રિક કાર ઈલોન મસ્કની ટેસ્લા(Tesla)ને ટક્કર આપશે. Xiaomi SU7 800 કિલોમીટરની રેન્જની ખાતરી આપે છે. કંપનીએ આ EVમાં 495kWની ઇલેક્ટ્રિક મોટર લગાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Xiaomi SU7 લોન્ચ થયાના લગભગ 24 કલાક પછી જ સ્ટોર્સમાં આવી ગયું છે.
કાર લોન્ચના દિવસે કંપનીએ કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ટોચની 5 ઓટોમોબાઈલ કંપનીઓમાં સામેલ થવાનો છે. અમેરિકાની EV નિર્માતા ટેસ્લાનો ઓટો માર્કેટમાં સૌથી વધુ હિસ્સો છે.
Xiaomi SU7 ઇલેક્ટ્રિક સેડાન વિશે વાત કરીએ તો તેમાં કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. તે 3 કલર વેરિઅન્ટ એક્વા બ્લુ, વર્ડન્ટ ગ્રીન અને મિનરલ ગ્રેમાં મેળવી શકાય છે. કાર લોન્ચના દિવસે, કંપનીએ આ કલર વેરિઅન્ટ્સમાં કેટલાક Xiaomi સ્માર્ટફોન અને ઘડિયાળો પણ લૉન્ચ કર્યા.
કારનું મોટા પાયે ઉત્પાદન આ વર્ષે શરૂ થશે. આગામી થોડા મહિનામાં ડિલિવરી શરૂ થશે. ચીન વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે, પરંતુ ત્યાં પણ નબળી માંગ જેવા પડકારો વધી રહ્યા છે. જેના કારણે ઓટોમોબાઈલ કંપનીઓમાં ભાવ ઘટાડવાની સ્પર્ધા ચાલી રહી છે. 2023 માં, ટેસ્લાએ ચીનમાં તેની EVની કિંમતો પર ભારે ડિસ્કાઉન્ટ આપ્યું હતું. ટેસ્લાને ચીનની મોટી EV નિર્માતા BYD તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે.