Xiaomiની સ્વતંત્ર બ્રાન્ડ તરીકે કામ કરી રહેલ Pocoનો નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ Poco X6 સિરીઝ હશે, જેના હેઠળ Poco X6 5G અને Poco X6 Pro 5G લૉન્ચ થઈ શકે છે. એવા અહેવાલો પણ છે કે કંપની Poco M6 Proના 4G વેરિઅન્ટ પર કામ કરી રહી છે. ત્રણેય સ્માર્ટફોનના રેન્ડર હવે સામે આવ્યા છે. આ ફોનની ડિઝાઈન અને કલર ઓપ્શન વિશે જાણકારી આપે છે. જો કે, હજી સુધી સત્તાવાર રીતે કંઈપણ પુષ્ટિ થઈ નથી.
91 મોબાઈલના રિપોર્ટ અનુસાર, Poco X6 5G બ્લેક, બ્લુ અને વ્હાઇટ શેડ્સમાં લાવવામાં આવશે. Poco X6 Pro 5G બ્લેક, ગ્રે અને યલો કલરમાં ખરીદી શકાય છે. રિપોર્ટ અનુસાર, બંને ફોન 12 GB રેમ સુધી સપોર્ટ કરશે અને વધુમાં વધુ 512 GB ઇન-બિલ્ટ સ્ટોરેજ હશે.
Poco X6 વિશે વાત કરીએ તો, આ ડિવાઈસ કેટલીક સર્ટિફિકેશન સાઇટ્સ પર પણ જોવામાં આવ્યું છે. આ ફોન બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ની વેબસાઈટ પર પણ જોવામાં આવ્યો હતો. તાજેતરમાં પોકો ઈન્ડિયાના વડા હિમાંશુ ટંડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં એક તસવીર શેર કરી હતી એવું માનવામાં આવે છે કે તે Poco X6 સીરીઝ હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ એવો પણ દાવો કરે છે કે Poco X6 5G અને X6 Pro 5G ફોન્સ Redmi Note 13 Pro 5G અને Redmi K70eના રિબ્રાન્ડેડ વર્ઝન હશે જે ચીનમાં લૉન્ચ કરવામાં આવશે. Poco X6 Pro 5Gમાં 67W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવી શકે છે.