આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે.
ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
લગ્નવિધિ
જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો “પિયાણ દિવસ” (સગાઇ) નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા પછી કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો (દાપુ) મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.પારંપરિક દેવી-દેવતાઓનચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.
પારંપરિક તહેવારો
ચૌરી અમાસ
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવા લાયક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે બળદોનાં શીંગડાને રંગીને તેને સજાવવામા આવે છે અને તેને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે.
પોહોતિયો
જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે.જેને પોહોતિયો કહેવામાં આવે છે. જેમાં મિત્રો તથા સગાસંબધીઓને બોલાવવામાં આવે છે અને “ઉબાડિયા”ની પાપડીની લહેજત તાડી અથવા મહુડાનાં દારૂની સાથે માણવામાં આવે છે.
ઉંદરીયો દેવ
ખેતરમાં પાક તૈયાર થઇ ગયા પછી કોઇ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને કાપડનાં ટુકડાને બે માણસો ઝોળી બનાવી પકડે છે અને આ ઝોળીમાં તે ઉંદરની મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાર પછી ઉભેલા લોકો તે ઝોળીમાં કાકડી, ભીંડા, ગીલોડા વગેરે ફેંકે છે. અને ઝોડી પકડનારા તે બે માણસો ભાગવા માંડે છે. અને લોકો તેમની પાછળ ભાગે છે. એમ કરતાં તે લોકો ગામની સીમમાથી બહાર નીકળી જાય છે, ત્યારે ભાગદોડ અટકાવી દેવામાં આવે છે. અને ત્યાર પછી નાચ-ગાન અને ખાણી-પીણીની મહેફીલ જામે છે.
વાઘ દેવ
આદિવાસી પ્રજામાં આજે પણ આ તહેવારનું ખૂબ મહત્વ છે. વર્ષો પહેલા જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતુ ત્યારે અહીં વાઘોની વસ્તી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે, તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નારીયેળ તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.
હોળી
આ આદિવાસીઓનો મહત્વનો તહેવાર છે. જેમાં ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે, જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે.