લીપની પ્લેટને લીપ પ્લગ અથવા લિપ ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ લીપ પ્લેટ બોડી મોડિફિકેશનનો જ એક પાર્ટ છે. સામાન્ય રિતે આ ડિસ્ક માટી અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે.. અને આ ડિસ્ક અપર લીપ અને લોવર લીપ બન્નેમાં છીદ્ર બનાવી તેમાં ફીટ કરવામાં આવે છે.. કેટલીક જાતિમાં આ પ્લેટ ઉપરના લીપ્સ પર તો કેટલીક જાતિમાં આ પ્લેટ નીચેના લીપ્સ પર પહેરવામાં આવે છે. સામાન્ય રીતે તાંઝાનિયા અને મોઝામ્બિકના મકોન્ડે જાતિના લોકો ઉપરના લીપ્સ પર લીપ પ્લેટ પહેરે છે જયારે કેટલીક જાતિમાં આ પ્લેટની સાઈઝને સામાજિક અથવા આર્થિક મહત્વની નિશાની ગણવામાં આવે છે..
મુરસી, ચાય અને ટીરમા આફ્રિકાના છેલ્લા જૂથો કે જાતી છે જેમાં મહિલાઓને મોઢામાં માટીકામની અથવા લાકડાની ડિસ્ક અથવા પ્લેટ પહેરવાનું ટ્રેડીશન હજી પણ માન્ય છે. અને હજુ પણ આ ડિસ્ક કે પ્લેટ પહેરેલી મહિલાઓ જોવા મળે છે.. આ ડિસ્ક કે પ્લેટ તેઓ સામાન્ય રીતે નીચેના હોઠ પર પેહરે છે..લિપ-પ્લેટને સામાન્ય રીતે આફ્રિકન લેન્ગવેજમાં ઢેબી એ ટ્યુગોઇન કહેવામાં આવે છે.. આ લીપ પ્લેટને મુરસી જાતિની ઓળખ માનવામાં આવે છે..અને અત્યારે આ લીપ પ્લેટ ટુરીસ્ટ અટ્રેકશનનું મુખ્ય કારણ બની ગયું છે.
મુરસી જાતિમાં જયારે કોઈ છોકરી 15 અથવા 16 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેનો નીચેનો હોઠ તેની માતા દ્વારા અથવા બીજી મહિલા દ્વારા કાપવામાં આવે છે અને ઘા રૂઝાય ત્યાં સુધી લાકડાની પટ્ટી દ્વારા ઘા ખુલ્લો રાખવામાં આવે છે, આ ઘાને રુઝાતા લગભગ 3 મહિનાનો સમય લાગે છે. છોકરી જાતે નક્કી કરે છે કે તેને કેટલી મોટી લીપ પ્લેટ રાખવી છે.. અને ક્રમશઃ મહિનાઓમાં લીપ પ્લેટની સાઈઝ આ જ પ્રોસેસથી વધારવામાં આવે છે.. ફોર્સફૂલી નહી પણ કેટલીક મહિલાઓ તેમના હોઠમાં 12 સેન્ટિમીટર અથવા વધુ વ્યાસની પ્લેટો નાખે ત્યાં સુધી મક્કમ રહે છે.. આ પ્લેટની મેક્સીમમ સાઈઝ 20 સેન્ટીમીટર હોય છે.આ પ્લેટ દરેક સ્ત્રી પોતાની જાતે બનાવતી હોય છે અને આ પ્લેટમાં કેટલાક આભૂષણનો સમાવેશ કરે છે. જયારે પણ કોઈ છોકરી પહેલીવાર આ પ્લેટ પહેરે છે ત્યારે મોટી ઉજવણી કરવામાં આવે છે..
મુરસી સમાનતાવાદી સમુદાય(જાતિ) છે.. મુરસી જાતિમાં વૃદ્ધ મહિલાઓ અથવા પુરુષો છોકરીઓ પર કોઈ દબાણ નથી કરતા પરંતુ છોકરીઓ તેમની પસંદગીથી તેમના હોઠને વીંધાવે છે પરંતુ ઘણી છોકરીઓ તેમના હોઠને વીંધ્યા વિના ખુશીથી લગ્ન કરે છે..પછી ઘણા મુરસી સમય જતા પોતાનો વિચાર બદલી નાખે છે અને કેટલીક વાર એક અથવા બે બાળકો થયા પછી પણ આ લીપ પ્લેટની પ્રક્રિયા સાથે આગળ વધવાનું નક્કી કરે છે. ફક્ત મહિલાઓ જ નહી પરંતુ લિંગ સમાનતા રાખી ઘણા પુરુષો પણ પોતાની ઈચ્છાથી કાનમાં પ્લેટસ પહેરતા હોય છે અને કાન વિન્ધાવતા હોય છે.. 1990 માં બેકવિથ અને કાર્ટરે એવો દાવો કર્યો હતો કે આ પ્લેટની સાઈઝ નંબર સૂચવતી હતી કે કન્યાને લગ્ન સમયે કેટલી કેટલ આપવી..પરંતુ માંનવશાસ્ત્રી ટર્ટને મુરસી જાતી વિશે ૩૦ વર્ષ અભ્યાસ કર્યો હતો તેને આ વાતને નકારી હતી. સૌથી મોટી લિપ પ્લેટ ઇથિયોપિયામાં જોવા મળી હતી, જે 2014માં 59.5 સે.મી. (23.4 ઇંચ) અને 19.5 સે.મી. (7.6 ઇંચ) પહોળાઈની હતી.
દક્ષિણ અમેરિકામાં કેટલીક એમેઝોનીય આદિજાતિઓમાં યુવાન પુરુષો પરંપરાગત રીતે તેમના હોઠને વીંધે છે.. ત્યાં સૌથી મોટી પ્લેટો મહાન વક્તાઓ અને યુદ્ધ વડાઓ દ્વારા પહેરવામાં આવે છે..દક્ષિણ અમેરિકામાં લીપ પ્લેટો હંમેશાં લાકડામાંથી બનાવવામાં આવે છે. મોર્ડન જમાનામાં પણ કેટલાક લોકોએ આ ટ્રેન્ડનને ફેશન ગણીને અપનાવી છે..
19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં, લિપ પ્લેટો પહેરેલી આફ્રિકન મહિલાઓને સર્કસ અને સાઇડશોમાં પ્રદર્શન માટે યુરોપ અને ઉત્તર અમેરિકા લાવવામાં આવી હતી. પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે આ લીપ ડિસ્કની મદદથી છોકરીઓ ઓછી અટ્રેકટીવ બને છે જેથી વેપારીઓની નજર છોકરીઓ પર ઓછી પડે અને તેને ગુલામ ન બનાવે..
આ પ્રોસેસ કોઇપણ વ્યક્તિ માટે 3 થી 6 મહિના સુધી ખુબ જ પેઈનફુલ હોય છે.. તેમની પાસે પ્લાન્ટ માંથી બનેલી ઔષધી પણ હોય છે જેનાથી તેમાં કોઇપણ પ્રકારનો રોગ ના લાગે.. અને લીપ ડિસ્કથી ક્યારેક અમુક શબ્દો બોલવામાં ખુબ તકલીફ પડે છે. જેમકે સ,ધ વગેરે.. જેમ અત્યારના જમાનામાં મહિલાઓ હિલ્સ પહેરે છે તેમ ત્યારે કેટલીક મહિલાઓ ઓર્નામેન્ટ તરીકે લીપ પ્લેટ પહેરતી હતી.. મુરસી મહિલાઓ આ લીપ પ્લેટને તેમની ઓળખ અને ગૌરવનું પ્રતિક માને છે..