ભારતમાં આવેલું એકમાત્ર પક્ષી મંદિર સાબરકાંઠામાં આવેલું છે.. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરને 2001માં આવેલા ભૂકંપના કારણે ભારે નુકશાન થયું હતું.. સાબરકાંઠામાં રોડા ગામની સીમમાં પ્રાચીન અવશેષો ધરાવતા છ મંદિરોનો સમૂહ આવેલો છે. તેમાનું એક પક્ષી મંદિર છે. એએસઆઈ દ્વારા આ મંદિરોનું રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે..અને હજુ પણ તેના રીસ્ટોરેશનનું કામ ચાલુ છે. આ મંદિરોના સમુહને રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવે છે.. કહેવામાં આવે છે કે રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સમાં કુલ 125 જેટલા મંદિરો એક જ વિસ્તારમાં આવેલા હતા. પરંતુ તેમાંના 6 મંદિરોનું જ રીસ્ટોરેશન સફળ થયું છે..
કહેવામાં આવે છે કે પહેલા આ મંદિરો પાસેથી એક નદી વહેતી હતી.. આ મંદિરની તુલના કર્ણાટકના હમ્પીના મંદિરો સાથ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી 15 કિ.મી.ના દૂર રોડા ગામ આવેલું છે. ઉલ્લેખનીય એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી તકતીઓમાં દેવ-દેવી કે સંત-મહાત્માની જગ્યાએ પક્ષીઓના ચિત્રો અને ઉપસાવેલી મૂર્તિઓ છે. તેથી આ મંદિર પક્ષીઓના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પક્ષીઓનું મંદિર છે.
હિંમતનગર શહેરથી 15 કિ.મી. દૂર રાયસીંગપુર (રોડા) ગામના સીમાડામાં ચાલુકય શૈલીનું ભારતનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે. આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. પુરાતત્વ વિભાગના મતે ભારતભરમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે. પુરાતત્વ વિભાગ હસ્તકના આ મંદિરની દેખરેખ વડોદરા પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે. આ પ્રાચીન પક્ષી મંદિરને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.
રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં એક કુંડ પણ આવેલું છે અને આ કુંડની આસપાસ 3 મંદિર આવેલા છે જેમાંથી એક શિવજીનું મંદિર છે અને બીજા મંદિરમાં પક્ષીઓની કોતરણી સિવાય કોઈ મૂર્તિ નથી, તેથી તેને પક્ષી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજુ અને ચોથું મંદિર ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનનું છે તેમ કહેવામાં આવે છે…અને પાંચમું અને છઠ્ઠું મંદિર સૂર્ય અને નવગ્રહને સમર્પિત છે આ મંદિરમાં નવગ્રહની કોતરણી પણ છે તેથી તેને નવગ્રહ મંદિર કહેવામાં આવે છે..
આ સ્થળ પરથી કેટલાક શિલ્પો પણ એકત્રિત કરવામાં આવ્યા છે જેને હવે વડોદરાના મ્યુઝિયમ અને પિક્ચરી ગેલેરીમાં રાખવામાં આવ્યા છે. આ શિલ્પો વિવિધ હિન્દુ દેવતાઓને સમર્પિત છે, જેમાં સૂર્યના શિલ્પનો પણ સમાવેશ થાય છે. રોડાનો શાબ્દિક અર્થ ગુજરાતીમાં ઈંટ થાય છે આ મંદિરો ખંડેરમાંથી મળી આવ્યા છે તેથી તેને રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવે છે.