Apple iPhone બનાવતી તાઈવાનની કંપની ફોક્સકોન તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે ભારતમાં 1.6 અબજ ડોલર (લગભગ 13 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરવા જઈ રહી છે. 27 નવેમ્બર, 2023 ના રોજ, કંપનીએ તાઇવાનમાં એક્સચેન્જ ફાઇલિંગ હેઠળ આ માહિતી શેર કરી છે. આ ઘટસ્ફોટમાં…
બિઝનેસ ડેસ્કઃ Apple iPhone બનાવનારી તાઈવાનની કંપની ફોક્સકોન તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે ભારતમાં 1.6 અબજ ડોલર (લગભગ 13 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરવા જઈ રહી છે. 27 નવેમ્બર, 2023 ના રોજ, કંપનીએ તાઇવાનમાં એક્સચેન્જ ફાઇલિંગ હેઠળ આ માહિતી શેર કરી છે. આ જાહેરાતમાં, કંપનીએ કહ્યું કે આ રોકાણ ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી રહ્યું છે.
ફોક્સકોનને હોન હૈ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોન હૈ અને અન્ય તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ચીનની બહાર રોકાણ વધારવા માંગે છે અને ભારતમાં રોકાણ કરવાના ફોક્સકોનના નિર્ણયને આ સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. જોકે, કંપનીના પ્રવક્તાએ એ કહેવાનો ઇનકાર કર્યો છે કે શું કંપની આ રોકાણ દ્વારા નવો પ્લાન્ટ સ્થાપશે કે જૂની સુવિધામાં જ રોકાણ કરશે.
ફોક્સકોનની અડધી આવક એપલમાંથી આવે છે.
ફોક્સકોનની અડધાથી વધુ આવક એપલમાંથી આવે છે. Apple iPhone સિવાય, કંપની છેલ્લા ઘણા સમયથી ભારતમાં અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહી છે. Appleના લેટેસ્ટ iPhone 15નું ભારતમાં Foxconn દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે. ફોક્સકોનના પ્રતિનિધિએ કહ્યું કે કંપની ભારતમાં તેનું કદ બમણું કરવા માંગે છે.