વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમાઈ જોવા મળી રહી છે. આ સાથે જ વિદેશી રોકાણકારોના આઉટફ્લોની અસર ભારતીય ચલણ પર પણ પડી છે. આજે ડોલર સામે રૂપિયો 4 પૈસાના ઘટાડા સાથે બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી યુએસ કરન્સી અને ઇક્વિટી માર્કેટના નબળાં સંકેતો વચ્ચે રોકાણકારો સ્થાનિક મોરચે ઔદ્યોગિક ઉત્પાદન અને ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.
ગુરુવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 83.29 ના સ્તર પર બંધ થયો હતો.
દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે 0.02 ટકા ઘટીને 105.89 પર ટ્રેડ કરી રહ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.81 ટકા વધીને US$80.66 પ્રતિ બેરલ થયું છે.
શેરબજારમાં વધારો
આજે સેન્સેક્સ 72.48 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 64,904.68 પોઈન્ટ પર બંધ થયો હતો. વ્યાપક NSE નિફ્ટી 30.05 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 19,425.35 પર પહોંચ્યો હતો. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે રૂ. 1,712.33 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.