દિવાળીનો તહેવાર હવે થોડા જ દિવસોમાં દસ્તક આપવા જઈ રહ્યો છે. હાલમાં જ આ તહેવારને લઈને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘જશ્ન-એ-રોશની’ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને કેન્દ્ર સરકારના સહયોગથી ઉજવવામાં આવી રહી છે.
આ પોસ્ટ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ આજે FSSAIએ કહ્યું કે તે નકલી છે. FSSAI અને કેન્દ્ર સરકાર આવી કોઈ ઉજવણી નથી કરી રહી. FSSAIએ આ અંગે X પર પોસ્ટ કર્યું છે.
FSSAIએ જણાવ્યું હતું કે FSSAI કથિત રીતે ‘જશ્ન-એ-રોશની’ નામની કોઈ પણ ઈવેન્ટનું આયોજન કરતું નથી જે રીતે સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી ઇમેજને FSSAI દ્વારા રિલીઝ કે મંજૂર કરવામાં આવી નથી.